Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:3 - પવિત્ર બાઇબલ C.L.

3 માણસ પોતાની મૂર્ખતાથી જ બરબાદ થાય છે; છતાં તે પાછો મનમાં ચિડાઈને પ્રભુને દોષ દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વ્યક્તિ પોતાની મૂર્ખાઈથી પાયમાલ થાય છે અને તેનું હૃદય યહોવાહ વિરુદ્ધ ચિડાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:3
21 Iomraidhean Croise  

તેણે હજી એ બોલવાનું પૂરું પણ નહોતું કર્યું ત્યાં રાજા આવી પહોંચ્યો અને કહ્યું, “આપણા પર પ્રભુએ જ આ આપત્તિ મોકલી છે તો પછી મારે તેમની સહાયને માટે ક્યાં રાહ જોવાની રહી?”


તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.


દુષ્ટો ફાવી જાય તેને લીધે તું ખીજવાઈશ નહિ, અને અનીતિ આચરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


પ્રભુની આગળ શાંત થા, અને તેમની સહાયની પ્રતીક્ષા કર. પોતાને માર્ગે આબાદ થનાર અને કાવતરાંમાં સફળ થનારને લીધે ખીજવાઈશ નહિ.


સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે.


કારણ, મૂર્ખ મૂર્ખાઈની વાત કરે છે અને તેનું મન અધર્મ આચરવામાં ચોંટેલું છે. તે દુરાચાર કરે છે અને પ્રભુ વિષે વિપરીત વાતો ફેલાવે છે. તે ભૂખ્યાને ભોજનથી વંચિત રાખે છે અને તરસ્યાને પાણી પાતો નથી.


આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ?


“આમ છતાં તમે કહો છો કે પ્રભુનો વ્યવહાર વ્યાજબી નથી. હે ઇઝરાયલીઓ, સાંભળો: શું મારો વ્યવહાર વાજબી નથી? વ્યવહાર તો તમારો ગેરવાજબી છે.


શમુએલે જવાબ આપ્યો, “એમાં તેં મૂર્ખાઈ કરી છે. તેં તને તારા ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા પાળી હોત, તો તે તને અને તારા વંશજોને હંમેશને માટે ઇઝરાયલ પર રાજ કરવા દેત.


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan