Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:29 - પવિત્ર બાઇબલ C.L.

29 તુમાખીખોર લોકો માટે સોટી અને મૂર્ખાઓની પીઠ માટે ફટકા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા, અને મૂર્ખોની પીઠને માટે ફટકા, તૈયાર કરેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તિરસ્કાર કરનારાઓને માટે શિક્ષા અને મૂર્ખોની પીઠને માટે ફટકા તૈયાર કરેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:29
17 Iomraidhean Croise  

એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


ધન્ય છે પ્રભુના લોકને કે જેઓ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી, પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, અને ઈશ્વરનિંદકોના સહવાસમાં બેસતા નથી;


“હે અબુધો, તમે ક્યાં સુધી નાદાનિયતને વળગી રહેશો? હે ઈશ્વરનિંદકો, ક્યાં સુધી તમે નિંદામાં રાચશો અને હે મૂર્ખ લોકો, ક્યાં સુધી જ્ઞાન પ્રત્યે નફરત દાખવશો?


તેથી તમારા પર અચાનક વિપત્તિ આવી પડે ત્યારે હું અટ્ટહાસ્ય કરીશ; આતંક તમને પકડી પાડે ત્યારે હું તમારી મજાક ઉડાવીશ.


સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે,


મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે.


મૂર્ખની દલીલો સંઘર્ષ ઊભો કરે છે, અને તેનું મોં લપડાક માગે છે.


ઘોડા માટે ચાબુક અને ખચ્ચર માટે લગામ હોય છે, તેમ મૂર્ખની પીઠ માટે સોટી છે.


પ્રભુ ઉદ્ધતોની ઉપેક્ષા કરે છે; પરંતુ નમ્રજનો પર પોતાની કૃપા વરસાવે છે.


એટલે તે તરત તેની સાથે ગયો. ક્તલ માટે લઈ જવાતા આખલાની જેમ, અને જેનું કાળજું અંતે તીરથી વિંધાય છે એવા જાણીબૂઝીને ફાંદામાં કૂદતા હરણની જેમ, તે જાય છે. તે યુવાન જાળમાં સપડાતા પક્ષીના જેવો છે; તેને ખબર નથી કે તેની જિંદગી જોખમમાં છે.


તારી પાસે જ્ઞાન હશે તો તેથી તને જ લાભ થશે, પણ તું ઉદ્ધતાઈથી વર્તીશ તો તારે જાતે તેનું પરિણામ ભોગવવું પડશે.


માટે હવે મશ્કરી ઊડાવવાનું બંધ કરો, નહિ તો તમારાં બંધન વધુ દઢ બનાવાશે. સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે સમગ્ર દેશનો વિનાશ કરવાનું નક્કી કર્યું છે તે અમે સાંભળ્યું છે.


જુલમગારો અને તુમાખીખોરોનો અંત આવશે. દુષ્ટતા પર જેમની દષ્ટિ મંડાયેલી છે એવા સૌ માર્યા જશે.


જો દોષિત વ્યક્તિ ફટકાની સજાને પાત્ર હોય તો ન્યાયાધીશ તેને ઊંધે માથે સુવડાવે અને પોતાની હાજરીમાં જ ફટકા મરાવે. ફટકાની સંખ્યા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ.


“મારા પુત્ર, પ્રભુની શિક્ષાનો તું તિરસ્કાર ન કર, અને તે તને ઠપકો આપે ત્યારે નિરાશ ન થા. કારણ, પ્રભુ જેના પર પ્રેમ કરે છે તે દરેકને તે કેળવે છે. અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તેને તે શિક્ષા કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan