Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:25 - પવિત્ર બાઇબલ C.L.

25 ઉદ્ધતને શિક્ષા કરશો તો અબુધ પણ શાણપણ શીખશે અને સમજુને ટકોર કરશો તો તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તિરસ્કાર કરનારને મારશો, તો ભોળો શાણો થશે; અને બુદ્ધિનને ઠપકો દેશો, તો તે જ્ઞાનમાં પ્રવીણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તિરસ્કાર કરનાર વ્યક્તિને મારશો, તો ભોળો શાણો થશે; બુદ્ધિમાનને ઠપકો આપશો, તો તે ડહાપણમાં પ્રવીણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તિરસ્કાર કરનાર વ્યકિતને દંડો ફટકારો જેથી સરળ લોકો પાઠ ભણે, જો તમે ડાહી વ્યકિતને ઠપકો આપશો તો તે જ્ઞાન મેળવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:25
10 Iomraidhean Croise  

નેકજન પ્રેમથી ભલે મને ઠપકો આપે કે શિક્ષા કરે; પરંતુ હું દુષ્ટોનું સન્માનરૂપી અત્તર કદી સ્વીકારીશ નહિ. કારણ, હું તેમનાં દુષ્ટ કાર્યો વિરુદ્ધ નિત્ય પ્રાર્થના કરું છું.


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


પિતાની શિસ્તનો તિરસ્કાર કરનાર પુત્ર મૂર્ખ છે; પણ શિખામણ સ્વીકારનાર સમજુ છે.


મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે.


ઉદ્ધત વ્યક્તિને શિક્ષા થાય છે તેથી અબુધ શાણો બને છે; પરંતુ જ્ઞાનીને શિક્ષણ અપાતાં તે વધુ વિદ્યાવાન બને છે.


ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે.


ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ.


ત્યારે તે નગરના સર્વ પુરુષો તેને પથ્થરો મારીને મારી નાખે. એ રીતે તમારે તમારી વચમાંથી દુષ્ટતા દૂર કરવી. ઇઝરાયલના સૌ કોઈ તે વિષે સાંભળશે અને ભય પામશે.”


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


Lean sinn:

Sanasan


Sanasan