Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:22 - પવિત્ર બાઇબલ C.L.

22 લોકો માણસમાં વફાદારીની અપેક્ષા રાખે છે, પણ તેઓ જૂઠા ધનિક કરતાં ગરીબને વધુ પસંદ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 માણસ પોતાના દયાળુપણાના [પ્રમાણમાં] પ્રિય થાય છે, જૂઠા કરતાં ગરીબ માણસ સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 માણસ પોતાની દયાવૃત્તિના પ્રમાણમાં પ્રિય થાય છે; જૂઠા માણસ કરતાં ગરીબ માણસ વધારે સારો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:22
14 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે.


પણ પ્રભુએ તેમને કહ્યું, ‘મારે માટે મંદિર બાંધવાનો તારો વિચાર તો સારો છે, પણ તું તે બાંધી શકીશ નહિ.


‘જે પોતાના લાભ માટે મિત્રોને દગો દે છે, તેનાં સંતાનો પણ આંખો ગુમાવે છે.’


પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે.


સાચે જ સામાન્ય જનો વ્યર્થ છે અને ખાનદાન લોકો મિથ્યા છે, તેમને સૌને ત્રાજવામાં સાથે તોલવામાં આવે તો ય તેમનું પલ્લું ઊંચું થશે; કારણ, તેઓ તો શ્વાસ કરતાં યે હલકા છે.


જુઠ્ઠાબોલા ધનિક માણસ કરતાં પ્રામાણિક જિંદગી જીવતો ગરીબ ચડિયાતો છે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ.


જો તમે દાન આપવા આતુર હો, તો તમારી પાસે જે નથી તેને આધારે નહિ, પણ તમારી પાસે જે છે તેને આધારે ઈશ્વર તમારી ભેટ સ્વીકારશે.


એ સત્યનો આધાર સાર્વકાલિક જીવનની આશા પર છે. ઈશ્વર જૂઠું બોલતા નથી અને તેમણે સમયની શરૂઆત થયા અગાઉ એ જીવન આપવાનું વચન આપેલું છે,


Lean sinn:

Sanasan


Sanasan