Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:20 - પવિત્ર બાઇબલ C.L.

20 સલાહ માન, અને શિખામણ સ્વીકાર કર; એટલે છેવટે તું જ્ઞાની થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સલાહ માન, ને શિખામણનો સત્કાર કર, જેથી તું તારા [આયુષ્યના] પાછલા ભાગમાં જ્ઞાની થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સલાહ સાંભળીને શિખામણ સ્વીકાર; જેથી તું તારા આયુષ્યનાં અંતિમ ભાગમાં જ્ઞાની થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:20
21 Iomraidhean Croise  

નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


હે પ્રભુ, અમને અમારા આયુષ્યના અલ્પ દિવસો ગણતાં શીખવો; જેથી અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય.


દર સવારે તમારા પ્રેમથી અમને તૃપ્ત કરો, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષાનંદમાં ગુજારીએ.


આ સુભાષિતો જ્ઞાન અને શિસ્ત વિષે શિક્ષણ પ્રાપ્ત કરવા અને પરખાયેલાં કથનો સમજવા માટે સહાયરૂપ છે.


તે શિસ્તપૂર્વક અને ડહાપણપૂર્વક આચરણ કરતાં તથા નેકી, ઇન્સાફ અને શુદ્ધતામય જીવન જીવતાં શીખવે છે,


મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ.


મૂર્ખ હંમેશાં પોતાની વાત સાચી માને છે, પણ જ્ઞાની સારી સલાહ સાંભળે છે.


અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.


શિક્ષણની ઉપેક્ષા કરનાર પોતાને તુચ્છ બનાવે છે, પણ સુધારણાનો અંગીકાર કરનાર સમજ પ્રાપ્ત કરે છે.


ઝનૂનીએ પોતાના ક્રોધનું પરિણામ ભોગવવું જોઈએ; જો તું તેને તેમાંથી બચાવે તો તે વધુ બગડશે.


મારા પુત્રો, તમારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપો; તે પ્રતિ ધ્યાન આપવાથી તમને પારખબુદ્ધિ પ્રાપ્ત થશે.


મારી પાસે સાચી સલાહ અને વ્યવહારું જ્ઞાન છે; મારી પાસે સૂઝસમજ અને શક્તિ છે.


શિખામણ સાંભળીને જ્ઞાની બનો; તેની ઉપેક્ષા કરશો નહિ.


હે યરુશાલેમના લોકો, ચેતી જાઓ. નહિ તો હું તમારો ત્યાગ કરીશ અને તમારા નગરને ઉજ્જડ અને નિર્જન કરી દઈશ, અને ત્યાં કોઈ વસશે નહિ.”


તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.”


રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”


જો, તેઓ શાણા અને સમજુ થયા હોત તો તેમણે પોતાના આખરી અંજામનો વિચાર કર્યો હોત.


તમે કે તમારા પૂર્વજો જે વિષે જાણતા નહોતા તે માન્‍નાથી તમને રણપ્રદેશમાં પોષ્યા છે; અને છેવટે તમારું હિત થાય તે માટે તમારી પરખ કરવા હાડમારીઓથી તમને શિસ્તમાં રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan