Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 19:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મૂર્ખને એશઆરામભર્યું જીવન પ્રાપ્ત થાય તે ઘટિત નથી; એમ જ ઉમરાવ પર ગુલામ અધિકાર ભોગવે એ અનુચિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભાભરેલો નથી; અને ચાકરને હાકેમ ઉપર અધિકાર ચલાવવો એ કેટલું બધું [અઘટિત છે] !

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મૂર્ખને માટે મોજશોખ ભોગવવો શોભાસ્પદ નથી ગુલામોને રાજકુમારો પર સત્તા ચલાવે તે કેટલું બધું અઘટિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 19:10
17 Iomraidhean Croise  

જો કે હું ઈશ્વરથી પસંદ કરાયેલો અભિષિક્ત રાજા છું. તો પણ આજે હું લાચારી અનુભવું છું. આ સરુયાના પુત્રો મારે માટે ભારે બંડખોર નીવડયા છે. પ્રભુ એ ખૂનીઓને યોગ્ય શિક્ષા કરો.”


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


મૂર્ખના મુખમાંથી ઉમદા વાણીની અપેક્ષા રાખી શકાય નહિ, અને મહાનુભાવોના મુખમાં જૂઠ શોભતું નથી.


મૂર્ખને મળતું સન્માન ઉનાળામાં પડતા હિમ જેવું અને કાપણી સમયે પડતા વરસાદ જેવું અનુચિત છે.


લોકો એકબીજા પર અને દરેક જણ પોતાના પડોશી પર જુલમ ગુજારશે. યુવાનો વડીલોનો આદર નહિ રાખે અને હલકા માણસો પ્રતિષ્ઠિત માણસોનું સન્માન રાખશે નહિ.


હે ઇઝરાયલના લોકો, વિધર્મીઓની જેમ ઉત્સવ ઉજવવાનું બંધ કરો. તમે તમારા ઈશ્વર પાસેથી ભટકી જઈને તેમને બેવફા નીવડયા છો. તમે સમગ્ર દેશમાં દેવદાસીઓની જેમ બઆલને વેચાયા છો, અને એના તરફથી જ અનાજ મળે છે એમ ધારીને તમે તે ઇચ્છયું છે.


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


તે નરકમાં ખૂબ પીડા ભોગવતો હતો; અને તેણે ઊંચું જોયું તો દૂર દૂર અબ્રાહામને અને તેમની નજીક લાઝરસને બેઠેલા જોયા.


દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan