Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અને અપકીર્તિ સાથે નિંદા [પણ આવે છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યારે દુષ્ટ આવે છે ત્યારે સાથે તુચ્છકાર પણ લેતો આવે છે, અપકીર્તિ સાથે શરમ અને નિંદા પણ આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જ્યારે દુરાચાર આવે છે ત્યારે ધિક્કાર તેને અનુસરે છે, અને અપકીર્તિ સાથે શરમ પણ આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:3
14 Iomraidhean Croise  

મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તેઓ અમારી કેવી મજાક કરે છે તે સાંભળો. તેમની ઠઠ્ઠામશ્કરીનું પરિણામ તેમને જ ભોગવવા દો. તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય અને વિદેશમાં તેઓ કેદી તરીકે લઈ જવાય એવું કરો.


મારા વૈરીઓની નિંદાથી મારું હૃદય હતાશ થઈ ભાંગી પડયું છે. મેં સહાનુભૂતિની આશા રાખી, પણ તે મળી નહિ, અને સાંત્વન દેનારની પ્રતીક્ષા કરી, પણ કોઈ મળ્યું નહિ.


તમારા મંદિર માટેની લગની મને ખાઈ નાખે છે; તમારા નિંદકો તમારી નિંદા કરે ત્યારે હું અપમાન અનુભવું છું.


અહંકાર આવે પછી અપકીર્તિ આવે છે, પણ નમ્ર થવામાં શાણપણ છે.


નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે.


ઉદ્ધત માણસને કશું સમજવામાં કોઈ રસ હોતો નથી; તેને તો માત્ર પોતાના આભિપ્રાયોનું પ્રદર્શન કરવું હોય છે.


માણસની વાણી ઊંડા જલ સમાન ગૂઢ હોય છે; તે વહેતું ઝરણું અને જ્ઞાનનો તાજગીદાયક ઝરો છે.


ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.


દુષ્ટોની ચડતી થાય છે ત્યારે ગુનાખોરી વધે છે, પણ નેકજનો આવા દુષ્ટોની દુર્દશા નિહાળશે.


ખ્રિસ્તના અનુયાયી હોવાને લીધે તમારું અપમાન થાય તો તમને ધન્ય છે. એનો અર્થ એ છે કે, ઈશ્વરનો મહિમાવંત પવિત્ર આત્મા તમારા પર છે.


પણ હવે તમે વિધર્મીઓની સાથે ભોગવિલાસી જીવનમાં સામેલ થતા નથી ત્યારે તેઓ આશ્ર્વર્ય પામીને તમારી ટીકા કરે છે.


યોનાથાન પર શાઉલનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે કહ્યું કે, “તું યિશાઈના પુત્ર દાવિદનો પક્ષ લઈને તારી અને તારી માની આબરૂ કાઢવા બેઠો છે?


Lean sinn:

Sanasan


Sanasan