Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ગરીબ કાલાવાલા કરે છે; પણ દ્રવ્યવાન કઠોર જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ગરીબ દયાને માટે કાલાવાલા કરે છે, પણ દ્વવ્યવાન ઉદ્ધતાઈથી જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ગરીબ કાલાવાલા કરે છે; પરંતુ દ્વવ્યવાન ઉદ્ધતાઇથી જવાબ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:23
18 Iomraidhean Croise  

તેમણે કહ્યું, “જે માણસ તે દેશનો અધિપતિ છે તેણે અમને કઠોર શબ્દો કહ્યા, અને અમને તે દેશમાં જાસૂસ ગણ્યા.


યોસેફે પોતાના ભાઈઓને જોયા ત્યારે તેણે તેમને ઓળખ્યા, પણ તેઓ જાણે કે અજાણ્યા હોય એ રીતે તે તેમની સાથે વર્ત્યો. તે તેમની સાથે કડકાઈથી બોલ્યો, “ક્યાંથી આવ્યા છો?” તેમણે જવાબ આપ્યો, “અમે કનાન દેશથી અનાજ વેચાતું લેવા આવ્યા છીએ.”


રાજાએ મોટી ઉંમરના માણસોની સલાહ અવગણી અને લોકો સાથે કડકાઈથી વાત કરી.


રાજાએ વડીલોની સલાહની અવગણના કરીને જુવાનોની સલાહ પ્રમાણે લોકો સાથે કડકાઈથી વાત કરી.


શું તે તારાથી છૂટવા તને કરગરશે? અથવા શું તે મીઠી મીઠી વાતોથી તને ખુશ કરશે?


પણ ફેરોએ કહ્યું, “આ યાહવે કોણ છે કે હું તેનું સાંભળીને ઇઝરાયલીઓને જવા દઉં? હું એને ઓળખતો નથી, અને હું ઇઝરાયલીઓને જવા દેવાનો પણ નથી.”


પરંતુ ગરીબને તો તેના ભાઈઓ પણ ધિક્કારે છે, અને તેના મિત્રો પણ તેનાથી દૂર રહે છે; મિત્રોને મનાવવા તે આજીજી કરે છે, પણ તે મિત્રોને મેળવી શક્તો નથી.


ધનવાન ગરીબ પર આધિપત્ય જમાવે છે, અને લેણદાર દેણદારનો દાસ બને છે.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


જો તમે કિંમતી પોશાક પહેરેલાને માન આપો અને કહો, “આ સારી જગ્યાએ બેસો,” પણ પેલા ગરીબને કહો, “ઊભો રહે,” અથવા “મારા પગ પાસે અહીં જમીન પર બેસી જા”


પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે.


તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”


તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.”


છેવટે, નાબાલે જવાબ આપ્યો, “દાવિદ કોણ? એ યિશાઈનો પુત્ર વળી કોણ છે? એના વિષે કદી સાંભળ્યું નથી. અત્યારે તો દેશમાં પોતાના માલિકથી નાસતા ફરતા ગુલામો ઘણા છે.


હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan