Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 18:19 - પવિત્ર બાઇબલ C.L.

19 દુભાયેલા ભાઈને મનાવવો તે કિલ્લેબંધ નગરને જીતવા કરતાં મુશ્કેલ છે. તેની સાથેનો કજિયો કિલ્લાના મજબૂત દરવાજા જેવો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને જીતવા કરતાં મુશ્કેલ છે અને એવા કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 દુભાયેલા ભાઇને મનાવવો ગઢ જીતવા કરતાં કપરું છે; તે કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 18:19
17 Iomraidhean Croise  

તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.


પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્‍ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ.


આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.


જ્યારે બે સબળ પક્ષકારો વચ્ચે હિસ્સો વહેંચવામાં ઝઘડો થાય છે, ત્યારે ચિઠ્ઠી નાખીને ઝઘડાનો નિકાલ કરી શકાય છે.


માણસ પોતાની વાણી પ્રમાણે પેટ ભરશે, અને હોઠની ઊપજથી સંતોષ પ્રાપ્ત કરશે.


જૂઠાણાં પર જૂઠાણાં ઉચ્ચારતો સાક્ષી, અને સગાસંબંધીઓમાં ઝઘડાટંટા સળગાવનાર વ્યક્તિ,


તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો;


દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan