Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:24 - પવિત્ર બાઇબલ C.L.

24 સમજુ માણસની દષ્ટિ જ્ઞાન પર મંડાયેલી હોય છે, પણ મૂર્ખ આમતેમ બધે ફાંફાં મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 બુદ્ધિમાન પુરુષની દષ્ટિ જ્ઞાન ઉપર જ હોય છે; પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 બુદ્ધિમાન વ્યકિતની આંખ જ્ઞાન ઉપર જ મંડાયેલી હોય છે, પણ મૂર્ખની આંખ ચોગરદમ ભટકે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:24
10 Iomraidhean Croise  

મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો


ઉદ્ધત જ્ઞાન શોધવા પ્રયત્ન કરે છે, પણ પામતો નથી; પણ સમજુને તો સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત થાય છે.


સમજુજનો વિદ્યાપ્રાપ્તિ માટે તત્પર હોય છે, પણ મૂર્ખનું મુખ મૂર્ખતાનો આહાર આરોગે છે.


મૂર્ખ પુત્ર પિતાને માટે ખેદનજક અને જનેતાને માટે દુ:ખજનક હોય છે.


હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.


જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે.


કશાની સદા ખેવના કર્યા કરવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે; એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.


જ્ઞાનીને કોની સાથે સરખાવી શકાય? માત્ર જ્ઞાની જ દરેક વાતનો અર્થ જાણે છે. જ્ઞાનને કારણે માણસનું મુખ તેજસ્વી બને છે, અને તેના ચહેરાની કઠોરતા દૂર થઈ જાય છે.


જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માગે છે તેને, હું જે શીખવું તે ઈશ્વર તરફથી છે કે મારું પોતાનું છે તેની ખબર પડી જશે.


જે કંઈ દુનિયાનું છે એટલે કે, દેહની વાસના, આંખોની લાલસા, અને જીવનનું મિથ્યાભિમાન, તે ઈશ્વરપિતા પાસેથી આવતું નથી, પણ દુનિયામાંથી જ આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan