Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:15 - પવિત્ર બાઇબલ C.L.

15 દુષ્ટને નિરપરાધી જાહેર કરવો અને નિર્દોષને દોષિત ઠરાવવો, એ બન્‍ને કામ પ્રભુની દષ્ટિમાં ઘૃણાસ્પદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે તે બન્નેને યહોવાહ ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દોષિતને જે નિર્દોષ ઠરાવે અને નિર્દોષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:15
23 Iomraidhean Croise  

બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.


તેઓ તો નેકજનો વિરુદ્ધ સંપ કરે છે, અને નિરપરાધીઓને મૃત્યુદંડ અપાવે છે.


તમે જૂઠાં તહોમત મૂકીને નિર્દોષ વ્યક્તિને મારી નંખાવશો નહિ. કારણ, એવું દુષ્ટ કાર્ય કરનારને હું સજા કરીશ.


પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


નેકજનને દંડ કરવો અયોગ્ય છે, અને સજ્જનને તેની પ્રામાણિક્તાને લીધે ફટકારવો એ ગેરવાજબી છે.


ન્યાય તોળતી વખતે દુષ્ટો પ્રત્યે પક્ષપાત દાખવવો, અને નેકજનોનો ન્યાય ઊંધો વાળવો એ વાજબી નથી.


નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે.


પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહો છો. તમે અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં પલટી નાખો છો. તમે કડવાને મીઠું અને મીઠાને કડવું બનાવો છો.


તમે લાંચ લઈને ગુનેગારને નિર્દોષ ઠરાવો છો અને નિર્દોષને ન્યાયથી વંચિત રાખો છો.


તેમણે આપણને આપેલા હકો ક્યારે ડૂબાવી દેવામાં આવે છે તે તે જાણે છે.


તમારાં જૂઠાણાને માની લેનાર મારા લોકો આગળ જૂઠું બોલીને તમે મૂઠી જવ અને ટુકડો રોટલાને માટે જેઓ મરવાને પાત્ર નથી એવાને તમે મારી નાખો છો અને જેઓ જીવવાને પાત્ર નથી એવાને તમે જીવતા રાખો છો અને એમ કરીને મારા લોકમાં તમે મને અપમાનિત કર્યો છે.”


તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.


હે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં ફેરવી નાખનારા અને ન્યાયને જમીન પર કચડનારા, તમારી કેવી દુર્દશા થશે!”


શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે.


પણ હવે જે માણસ પોતે કરેલાં કાર્યો પર નહિ, પણ દોષિતને નિર્દોષ ઠરાવનાર ઈશ્વર ઉપર વિશ્વાસ કરે છે, તેને ઈશ્વર તેના વિશ્વાસના આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણે છે.


“જો બે માણસો તેમની વચ્ચેની તકરાર માટે ન્યાયપંચ પાસે જાય તો ન્યાયાધીશોએ અદલ ન્યાયચુકાદો આપવો: તેમણે નિર્દોષ વ્યક્તિને નિર્દોષ જાહેર કરવી, પણ ગુનેગારને સજા કરવી.


તમે નિર્દોષ માણસને દોષિત ઠરાવ્યો છે અને મારી નાખ્યો છે અને તેણે તમારો સામનો ય કર્યો નહોતો.


Lean sinn:

Sanasan


Sanasan