Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:14 - પવિત્ર બાઇબલ C.L.

14 ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ઝગડાની શરૂઆત બંધમાં પડેલી તિરાડ જેવી છે; લડાઇ ફાટી નીકળે તે પહેલાં જ વાતનો નિવેડો લાવી દો.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:14
28 Iomraidhean Croise  

પછી સર્વ ઇઝરાયલીઓએ રાજા પાસે જઈને કહ્યું, “હે રાજા, અમારા માલિક, યહૂદિયાના અમારા જાતભાઈઓએ રાજાના માણસો સાથે ભળી જઈને રાજાને પોતાના કેમ કરી લીધા છે? રાજાને અને તેમના પરિવારને નદીની પેલે પારથી તેઓ એકલા કેમ લઈ આવ્યા?


અબિયા અને તેના સૈન્યે ઇઝરાયલીઓનો ભારે સંહાર કર્યો. ઇઝરાયલના પાંચ લાખ ચુનંદા સૈનિકો માર્યા ગયા.


અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.


સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.


અપરાધને ચાહનાર કજિયા નોતરે છે, અને પોતાના વૈભવનું પ્રદર્શન કરનાર વિનાશ વહોરે છે.


શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.


ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે; પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે.


ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ઉગ્ર સ્વભાવનો માણસ ઘણા અપરાધ કરે છે.


બધાને ગમતું કરવાનો યત્ન કરો. બધાની સાથે શાંતિમાં રહેવાને તમારાથી બનતું બધું કરો.


શાંતિમય જીવન જીવવાનું યેય રાખો. પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતમહેનતથી પોતાનું ભરણપોષણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan