Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 17:11 - પવિત્ર બાઇબલ C.L.

11 દુષ્ટ માત્ર બંડ કરવાની પેરવીમાં હોય છે, પણ તેને ડામવા ક્રૂર સંદેશકને મોકલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ભૂંડો માણસ ફક્ત બળવો શોધે છે; તે માટે તેની સામે ક્રૂર સંદેશિયો મોકલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દુર્જન હંમેશા આફતો શોધ્યા કર્યા કરે છે.આથી તેની સામે નિર્દય દૂત મોકલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 17:11
15 Iomraidhean Croise  

આબ્શાલોમ અર્પણ ચઢાવી રહ્યો હતો તે વખતે તેણે દાવિદ રાજાના એક સલાહકાર અહિથોફેલને ગિલો નગરથી બોલાવ્યો. રાજા વિરુદ્ધના વિદ્રોહે જોર પકડયું અને આબ્શાલોમના પક્ષકારો વધતા ગયા.


પછી યોઆબના દસ સૈનિકો આબ્શાલોમને ઘેરી વળ્યા અને તેને મારીને પૂરો કર્યો.


પછી સાદોકના પુત્ર અહિમાસે યોઆબને કહ્યું, “મને રાજા પાસે દોડી જઈને આ શુભ સમાચાર જણાવવા દો કે પ્રભુએ તમારા શત્રુઓ પર વેર વાળ્યું છે અને તેનાથી તમને છોડાવ્યા છે.”


હવે એવું બન્યું કે ગિલ્ગાલમાં બિન્યામીનના કુળના બિખ્રીનો પુત્ર શેબા દુષ્ટ હતો. સંજોગવશાત્ તે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને પોકાર કર્યો, “દાવિદને દૂર કરો, તેના રાજવંશમાં આપણો કોઈ લાગભાગ નથી. હે ઇઝરાયલના માણસો, તમે સૌ પોતપોતાને ઘેર જાઓ.”


પછી તે સ્ત્રીએ જઈને નગરજનોને ચતુરાઇથી સમજાવ્યા અને તેમણે શેબાનું માથું કાપીને કોટ ઉપરથી યોઆબ પાસે ફેંકયું. યોઆબે રણશિંગડું વગાડીને ઘેરો ઉઠાવી લીધો. પછી તેઓ ઘેર પાછા આવ્યા અને યોઆબ યરુશાલેમમાં રાજા પાસે આવ્યો.


શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ.


પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની.


મૂર્ખને સો ફટકા કરતાં, સમજુ માણસને એક ટકોર વધુ ઊંડી અસર કરે છે.


મૂર્ખાઈમાં ચગેલા કોઈ મૂર્ખ કરતાં જેના બચ્ચાં છીનવાયાં હોય તેવી રીંછણનો સામનો કરવો એ સારું છે.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


તેમણે જવાબ આપ્યો, જરૂર તે આ દુષ્ટ માણસોને મારી નાખશે અને દ્રાક્ષની મોસમે તેનો ભાગ આપે એવા બીજા ખેડૂતોને સોંપશે.


આથી રાજા ખૂબ જ ગુસ્સે થયો. તેણે પોતાના સૈનિકોની ટુકડી મોકલી. સૈનિકોએ પેલા ખૂનીઓને મારી નાખ્યા અને તેમનું શહેર પણ બાળી નાખ્યું.


હવે મારા શત્રુઓ, જેઓ, હું તેમનો રાજા થાઉં તેવું ઇચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારી હાજરીમાં તેમની ક્તલ કરો!”


Lean sinn:

Sanasan


Sanasan