Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 દરેક અભિમાની અંત:કરણવાળાથી યહોવા કંટાળે છે; હું ખાતરીપૂર્વક [કહું છું] કે, તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 દરેક અભિમાની વ્યકિતને યહોવા ધિક્કારે છે, ખાતરી રાખજો તેને સજા થયા વગર નહિ રહે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:5
14 Iomraidhean Croise  

પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ.


“તમારે મારા નામ યાહવેનો દુરુપયોગ કરવો નહિ; કારણ, મારા નામનો દુરુપયોગ કરનારને હું તમારો ઈશ્વર પ્રભુ સજા કર્યા વિના રહેતો નથી.


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


પ્રભુએ દરેક વસ્તુને કોઈ ને કોઈ હેતુસર બનાવી છે; દુષ્ટોને તો જાણે વિનાશના દિવસ માટે સર્જ્યા છે!


પ્રભુના પ્રેમ અને વિશ્વાસુપણાને આધારે પાપનું પ્રાયશ્ર્વિત થાય છે, અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરથી માણસ ભૂંડાઈથી બચી જાય છે.


પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


તે દિવસે માનવીની મગરૂરી ઉતારી પાડવામાં આવશે અને ગર્વિષ્ઠોનો ગર્વ નમાવાશે અને માત્ર પ્રભુ જ શ્રેષ્ઠ મનાશે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


હે લોકો, કાન દઈને સાંભળો, અભિમાન કરશો નહિ, કેમ કે પ્રભુ બોલી રહ્યા છે.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan