Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુએ દરેક વસ્તુને કોઈ ને કોઈ હેતુસર બનાવી છે; દુષ્ટોને તો જાણે વિનાશના દિવસ માટે સર્જ્યા છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સરજી છે; હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે [સરજ્યા છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવાએ પ્રત્યેક વસ્તુને પોતપોતાના હેતુ માટે સર્જી છે; હા, દુષ્ટોને પણ, સંકટના કાળ માટે સર્જ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:4
14 Iomraidhean Croise  

ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો.


તેનો મૃતદેહ રઝળશે અને ગીધડાંનો આહાર બનશે; તે જાણે છે કે મૃત્યુનો દિવસ નક્કી છે.


દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે.


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


પ્રભુ મનના બધા પ્રકારના અહંકારને ધિક્કારે છે, સાચે જ અહંકારીઓ શિક્ષા પામ્યા વિના રહેશે નહિ.


મેં આ લોકને મારે પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે.”


તેઓ મારે નામે ઓળખાતા મારા લોક છે અને મારા મહિમાર્થે મેં તેમને સર્જ્યા છે, ઘડયા છે અને નિર્માણ કર્યા છે.”


જેમનાથી સર્વ ઉત્પન્‍ન થયું, જેમની મારફતે સર્વ અસ્તિત્વ ધરાવે છે અને જેમને માટે સર્વ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.


એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી.


વળી, શાસ્ત્રમાં લખેલું બીજું એક વચન કહે છે, “લોકોને ઠોકર ખવડાવનાર પથ્થર એ જ છે, એ જ તેમને ઠેસથી પાડી નાખનાર ખડક છે.” વચન પર વિશ્વાસ નહિ કરવાને કારણે તેમણે ઠોકર ખાધી છે. તેમને માટે ઈશ્વરની એ જ ઇચ્છા હતી.


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


“અમારા પ્રભુ અને ઈશ્વર, ગૌરવ, સન્માન અને સામર્થ્ય પામવા તમે જ યોગ્ય છો. કારણ, તમે સૌના સર્જનહાર છો, અને તમારી ઇચ્છાથી જ તેઓ અસ્તિત્વમાં આવ્યાં અને જીવન પામ્યાં.”


Lean sinn:

Sanasan


Sanasan