Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:32 - પવિત્ર બાઇબલ C.L.

32 ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જે ક્રોધ કરવે ધીમો શકિતશાળી યોદ્ધા કરતાં વધું ઇચ્છનીય છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:32
16 Iomraidhean Croise  

વળી, દમાસ્ક્સમાં આબાના અને ફાર્પાર નદીઓ ઇઝરાયલની નદી કરતાં સારી નથી? એમાં સ્નાન કરીનેય હું સાજો થઈ શક્યો હોત!”


પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.


સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે.


ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


જુલમગારોની લૂંટમાં હિસ્સો સ્વીકારવો, તે કરતાં જુલમપીડિતોની સાથે વિનમ્રતાથી વસવું ઉત્તમ છે.


માથે પળિયાં એ ગૌરવનો મુગટ છે, અને તે નેક આચરણનો પુરસ્કાર છે.


ઈશ્વરની ઇચ્છા જાણવા માણસો પાસાં નાખે છે; પણ નિર્ણય પ્રભુના હાથમાં છે.


શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.


ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે.


પોતાના મન પર સંયમ રાખી નહિ શકનાર કોટ વિનાના ખંડિયેર બનેલા નગર જેવો છે.


કાર્યના આરંભ કરતાં તેનો અંત સારો અને અહંકારી કરતાં ધીરજવાન સારો.


ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.


એમ કરવાથી તું તેને શરમમાં મૂકી દઈશ.” ભૂંડાઈથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાઈ ઉપર વિજયી થા.


ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો.


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan