Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:24 - પવિત્ર બાઇબલ C.L.

24 માયાળુ શબ્દો મધની જેમ, સ્વાદમાં મીઠા અને શરીરને આરોગ્યપ્રદ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 માયાળુ શબ્દો મઘ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને સ્વાદે મીઠી અને હાડકા માટે તંદુરસ્ત આપે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:24
18 Iomraidhean Croise  

મારી રુચિને તમારા શબ્દો કેટલા મીઠા લાગે છે! તે મારી જીભને મધ કરતાં વધુ મીઠા લાગે છે.


તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે.


વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે.


આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે.


જ્યારે હું તારે મુખે સાચી વાતો સાંભળીશ, ત્યારે મારું અંતર હરખાશે.


સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે.


એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે.


એ શબ્દો તેમના સમજનારને માટે જીવનદાયક છે. અને તેના આખા શરીર માટે આરોગ્યદાયક છે.


તેણે મનોહર શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાં લખાણોમાં નિખાલસ સચ્ચાઈ છે.


હે મારી નવોઢા, તારા હોઠો પર મધની મીઠાશ છે. તારી જીભ મારે માટે દૂધ અને મધ સમાન છે. તારાં વસ્ત્રોમાં લબાનોનની બધી જ સુવાસ ભરીભરી છે.


તમારા સંદેશાઓ મને મળ્યા અને મેં તેમને ખોરાકની જેમ ખાધા; અને તે મારે માટે હર્ષ અને આનંદરૂપ થઈ પડયા. હે યાહવે, સેનાધિપતિ ઈશ્વર, હું તમારે નામે ઓળખાતો તમારો સેવક છું.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


મેં તેના હાથમાંથી નાનું પુસ્તક લીધું અને ખાધું, તો તે મધ જેવું મીઠું લાગ્યું. પણ જ્યારે હું તે ગળી ગયો ત્યારે તે પેટમાં કડવું થઈ ગયું.


Lean sinn:

Sanasan


Sanasan