Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:21 - પવિત્ર બાઇબલ C.L.

21 જ્ઞાની અંતરવાળો માણસ તેની ઊંડી સમજ માટે પંક્ય છે; તેની મધુર વાણી તેના શિક્ષણને સ્વીકાર્ય બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 જ્ઞાની અંત:કરણવાળો માણસ શાણો કહેવાશે; અને મીઠા હોઠોથી સમજની વૃદ્ધિ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જ્ઞાની અંત:કરણવાળો શાણો કહેવાશે; તેની મીઠી વાણી જ્ઞાનનો વધારો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:21
18 Iomraidhean Croise  

તમે સર્વ પુરુષોથી અધિક સુંદર છો; તમારા હોઠોથી માધુર્ય ટપકે છે; કારણ, ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.


સમજુ માણસની વાતો જ્ઞાનયુક્ત હોય છે, પણ અક્કલહીન માટે તો શિક્ષાની સોટી હોય છે,


બીભત્સ વર્તનથી મૂર્ખને આનંદ પ્રાપ્ત થાય છે, પણ સમજુને જ્ઞાનથી આનંદ મળે છે.


શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે.


જ્ઞાનીઓની વાણી દ્વારા વિદ્યાનો ફેલાવો થાય છે, પણ મૂર્ખાઓના મનમાંથી અજ્ઞાન પ્રગટે છે.


સમજદાર માટે જ્ઞાન જીવનદાયક ઝરો છે, પણ મૂર્ખ માટે તેની મૂર્ખાઈ જ સજારૂપ છે.


મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે.


સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે.


તેણે મનોહર શબ્દો શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાં લખાણોમાં નિખાલસ સચ્ચાઈ છે.


હું નિર્ગત થઈ ગયેલાઓને પ્રોત્સાહનના શબ્દો કહું તે માટે પ્રભુ પરમેશ્વરે મને કેળવાયેલી વાણી ઉચ્ચારતી જીભ આપી છે. તે દર સવારે મને જાગૃત કરે છે. જેથી હું કાન માંડીને તેમનું શિક્ષણ સંપાદન કરી શકું.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


એ બધા પર તેમની ઘેરી છાપ પડી અને તેમની માુર વાણીથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેમણે કહ્યું, “શું તે યોસેફનો પુત્ર નથી?”


સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”


શુભસંદેશ પ્રત્યેનું તમારું આજ્ઞાપાલન બધા લોકોમાં જાહેર થયું છે, તેથી તમારે વિષે મને આનંદ થાય છે. મારી ઇચ્છા છે કે તમે સારી બાબતો વિષે જ્ઞાની અને ભૂંડી બાબતો વિષે ભોળા રહો.


પણ ઈશ્વર તરફથી આવતું જ્ઞાન સૌ પ્રથમ તો નિર્મળ છે; વળી, તે શાંતિદાયક, નમ્ર, મૈત્રીભાવી અને દયાપૂર્ણ હોય છે. તે સારાં કાર્યો નિપજાવે છે. તેમાં ભેદભાવ કે દંભ નથી.


Lean sinn:

Sanasan


Sanasan