Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:14 - પવિત્ર બાઇબલ C.L.

14 રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે; પણ શાણો માણસ તેને શાંત પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે, પણ શાણી વ્યક્તિ પોતાના ગુસ્સાને શાંત પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 રાજાનો રોષ યમદૂતો જેવો છે; પણ શાણી વ્યકિત તેના ગુસ્સાને શાંત પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:14
18 Iomraidhean Croise  

તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો.


એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો.


ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


સાચું બોલનારથી રાજા આનંદ પામે છે, અને સારું બોલનાર પ્રત્યે તે સદ્ભાવ દાખવે છે.


રાજાની કૃપાદષ્ટિ જીવન પ્રદાન કરે છે, અને તેની મહેરબાની કાપણી સમયે આવતા પાછોતરા વરસાદના જેવી જીવનદાયક છે.


દુષ્ટ માત્ર બંડ કરવાની પેરવીમાં હોય છે, પણ તેને ડામવા ક્રૂર સંદેશકને મોકલવામાં આવશે.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે; તેને ક્રોધિત કરનાર પોતાના જીવને જોખમમાં મૂકે છે.


રાજર્ક્તાની કૃપા તો સૌ કોઈ શોધે છે, પરંતુ ન્યાય તો માત્ર પ્રભુ પાસેથી જ મળે છે.


ઘમંડી માણસો આખા નગરને ઉશ્કેરે છે, પણ જ્ઞાની માણસો ક્રોધાગ્નિ શમાવે છે.


જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે.


દાનિયેલ તરત રાજા પાસે ગયો અને પોતે સ્વપ્નનો અર્થ જણાવી શકે માટે વધુ સમયની પરવાનગી માગી.


તેથી તેણે એક અંગરક્ષકને યોહાનનું માથું તરત લાવવાનો હુકમ કર્યો. અંગરક્ષકે જેલમાં જઈને યોહાનનું માથું કાપી નાખ્યું,


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


આમ, અમે ખ્રિસ્તના રાજદૂત છીએ, અને ઈશ્વર અમારી મારફતે જાણે કે તમને અપીલ કરતા હોય તેમ અમે તમને વીનવણી કરીએ છીએ કે તમે ઈશ્વરની સાથે સલાહશાંતિમાં આવો.


Lean sinn:

Sanasan


Sanasan