Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 16:1 - પવિત્ર બાઇબલ C.L.

1 માણસ મનમાં વિચારો ગોઠવે છે, પણ જીભનો ઉત્તર પ્રભુના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ છેલ્લો નિર્ણય તો યહોવાના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 16:1
24 Iomraidhean Croise  

“જઈને મારા સેવક દાવિદને કહે કે હું આમ કહું છું. શું તું નિવાસ માટે મંદિર બાંધશે?


તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેમને લાગ્યું કે ઇઝરાયલનો રાજા છે અને તેથી તેના પર ત્રાટકવા વળ્યા. પણ યહોશાફાટે પોકાર કર્યો એટલે પ્રભુ પરમેશ્વરે તેને બચાવ્યો અને તેમણે તેના પરથી હુમલો બીજે વાળી દીધો.


એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.


હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


મારા દિવસો પૂરા થયા છે, મારી યોજનાઓ પડી ભાંગી છે, મારા દયની ઝંખનાઓ નષ્ટ થઈ છે.


હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


મારા દયને ધનદોલતના લોભ પ્રત્યે નહિ, પરંતુ તમારાં સાક્ષ્યવચનો તરફ વાળો.


તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરમાં જ્ઞાન અને શિસ્ત સમાયેલાં છે, અને સન્માન મેળવતાં પહેલાં વિનમ્ર બનવું આવશ્યક છે.


માણસ મનથી પોતાની યોજના ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


માણસનો જીવનપ્રવાસ પ્રભુના અધિકારમાં છે; તો પછી માણસ પોતાનો માર્ગ કેવી રીતે સમજી શકે?


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.


તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan