Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:30 - પવિત્ર બાઇબલ C.L.

30 માયાળુ ચહેરો અંત:કરણને આનંદ પમાડે છે, અને સુખદ સમાચાર છેક હાડકાં સુધી તાજગી આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 આંખોના અજવાળાથી અંત:કરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 આંખોની ચમક જોઇ હૃદયને આનંદ થાય છે. અને શુભ સમાચાર હાડકાને તંદુરસ્ત બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:30
14 Iomraidhean Croise  

હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે.


પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


મનની ચિંતા માણસને હતાશ કરે છે, પણ પ્રોત્સાહનના શબ્દો તેને આનંદિત કરે છે.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


પ્રભુ નેકજનની પ્રાર્થના સાંભળે છે, પણ તે દુષ્ટોથી દૂર રહે છે.


હિતકારક સુધારણા પ્રત્યે લક્ષ આપનાર ભરપૂર જીવન પામશે, અને તે જ્ઞાનીઓના સત્સંગમાં ભળી શકશે.


આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે.


પરદેશથી આવેલ શુભ સમાચાર, તરસ્યા જીવને પાયેલા શીતલ જળ સમાન છે.


એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે.


સૂર્યપ્રકાશ પ્રિય લાગે છે અને સૂર્યનાં દર્શન આંખને આનંદદાયક લાગે છે.


હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan