Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પ્રભુ અહંકારીનું ઘર ભોંયભેગું કરી નાખે છે, પણ વિધવાની મિલક્તને સાચવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 યહોવા અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:25
20 Iomraidhean Croise  

કારણ, વાંઝણી નિ:સંતાન સ્ત્રીઓને તેણે ફોલી ખાધી હતી, અને કોઈ વિધવાનું ભલું કર્યું નથી.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે.


પ્રભુ પરદેશીઓનું રક્ષણ કરે છે; પ્રભુ અનાથો અને વિધવાઓને સંભાળે છે, પણ પ્રભુ દુષ્ટોની યોજનાઓને નિષ્ફળ કરે છે.


હે જુલમી, શા માટે તું તારી દુષ્ટતાની બડાઈ હાંકે છે?


તેથી ઈશ્વર તને સદાને માટે કચડી નાખશે તે તારા તંબૂમાંથી તને પકડીને ખેંચી કાઢશે. તે તને જીવતાઓની ભૂમિ પરથી ઉખેડી નાખશે. (સેલાહ)


દુષ્ટોનું પતન થાય ત્યારે તેઓ હતા ન હતા થઈ જાય છે, પણ નેકજનનું કુટુંબ ટકી રહે છે.


દુષ્ટનું મકાન જમીનદોસ્ત થઈ જશે, પણ સજ્જનનો તંબૂ ટકી રહેશે.


પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે.


હદના મૂળ પથ્થરોને હટાવીશ નહિ, અને અનાથોની જમીનો પડાવી લઈશ નહિ,


અને ભલું કરતાં શીખો. ન્યાયની પાછળ લાગો, પીડિતોને રક્ષણ આપો, અનાથોને તેમના હક્ક આપો અને વિધવાઓના પક્ષની હિમાયત કરો.”


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


તેઓ જાડા અને ષ્ટપુષ્ટ બન્યા છે. વળી, તેમના ભ્રષ્ટાચારની કોઈ હદ નથી. તેઓ અનાથોને તેમનો હક્ક આપતા નથી અને છતાં આબાદ થાય છે; તેઓ જુલમપીડિતોના દાવાનો યોગ્ય ન્યાય આપતા નથી.


પણ તે ગર્વિષ્ઠ, જિદ્દી અને ક્રૂર બન્યા એટલે તેમને રાજગાદી પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેમણે પોતાનું સન્માનનીય સ્થાન ગુમાવ્યું.


“તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશનો કબજો આપે છે તેમાં તમને જમીનનો વારસો મળે ત્યારે અસલના સમયમાં તમારા પૂર્વજોએ નક્કી કર્યા પ્રમાણેની તમારા પડોશીના જમીનની હદનો જૂના સમયનો પથ્થર તમારે ખસેડવો નહિ.


અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan