Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 15:19 - પવિત્ર બાઇબલ C.L.

19 આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે; પણ પ્રામાણિકનો પંથ સડક જેવો [સરળ] છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 આળસુ વ્યકિતનો માર્ગ કાંટાથી ભરાઇ ગયો છે; પણ સજ્જનનો માર્ગ વિઘ્નોથી મુકત છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 15:19
18 Iomraidhean Croise  

જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


હે પ્રભુ, મને તમારા માર્ગ વિષે શીખવો; મને સરળ માર્ગે દોરો, કારણ, મારા શત્રુઓ ઘણા છે.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


નેકી સદાચારીનું જીવન સરળ બનાવે છે, પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી જ પાયમાલ થાય છે.


ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


જ્ઞાની પુત્ર પિતાને આનંદ પમાડે છે, પણ માત્ર મૂર્ખ જ પોતાની જનેતાને ધિક્કારે છે.


આળસુ કહે છે, “બહાર સિંહ છે; જો હું ઘર બહાર શેરીમાં જઈશ તો માર્યો જઈશ.”


કુટિલજનોનો માર્ગ કાંટા અને ફાંદાથી પથરાયેલો હોય છે; પોતાના આત્માની કાળજી રાખનાર તેનાથી દૂર રહેશે.


“રસ્તા પર સિંહ છે! શેરીમાં સિંહ છે!” એવું કહીને આળસુ ઘર બહાર નીકળતો નથી;


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર.


સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે.


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


પ્રભુ કહે છે, “બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો. મારા લોકના માર્ગમાંથી પ્રત્યેક અવરોધ દૂર કરો!”


Lean sinn:

Sanasan


Sanasan