Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ઉદ્ધત જ્ઞાન શોધવા પ્રયત્ન કરે છે, પણ પામતો નથી; પણ સમજુને તો સહેલાઈથી વિદ્યા પ્રાપ્ત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તિરસ્કાર કરનાર માણસ જ્ઞાન શોધે છે, પણ [તેને તે જડતું] નથી; પણ બુદ્ધિમાનને જ્ઞાન સહજ [પ્રાપ્ત થાય] છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હાંસી ઉડાવનાર ડહાપણ શોધે છે પણ તેને જડતું નથી, પણ ડાહી વ્યક્તિ પાસે ડહાપણ સહેલાઈથી આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હાંસી ઉડાવનાર જ્ઞાન શોધે છે પણ પામતો નથી, ડાહી વ્યકિત પાસે જ્ઞાન સહેલાઇથી આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:6
24 Iomraidhean Croise  

તમારા નિયમશાસ્ત્રમાંનાં અજાયબ સત્યો સમજવા માટે મારી આંખો ઉઘાડો.


તે રૂપકકથાઓ અને ઉદાહરણોનો ગૂઢાર્થ સમજવા અને જ્ઞાનીઓનાં કથનો તથા માર્મિક વાતોનો તાગ કાઢવા માટે છે. જ્ઞાનીઓ પણ તેમનું શ્રવણ કરે અને તેમના જ્ઞાનમાં વૃદ્ધિ કરે, અને પારખશક્તિવાળા જનો માર્ગદર્શન પ્રાપ્ત કરે.


વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે.


મૂર્ખનો સંગ તજી દે, કારણ, તેના મુખમાં વિદ્યાની વાતો હોતી નથી.


ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી.


શીખવાની સૂઝ ન હોય તેવા મૂર્ખ પાસે જ્ઞાનપ્રાપ્તિ માટે નાણાં હોય તે શા કામનાં?


સમજુ માણસની દષ્ટિ જ્ઞાન પર મંડાયેલી હોય છે, પણ મૂર્ખ આમતેમ બધે ફાંફાં મારે છે.


ઉદ્ધત માણસને કશું સમજવામાં કોઈ રસ હોતો નથી; તેને તો માત્ર પોતાના આભિપ્રાયોનું પ્રદર્શન કરવું હોય છે.


જ્ઞાની વાતો મૂર્ખની સમજણ બહાર હોય છે; ન્યાયસભા સમક્ષ તે કંઈ બોલી શક્તો નથી.


પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય!


મારી પ્રત્યેક વાત હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું; તેમાં કંઈ જ વાંકું કે વિપરીત નથી.


સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


જ્યારે પ્રેમ તેની ઉન્‍નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે પોતે કંઈ જાણે છે, તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan