Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ચિત્તની શાંતિ શરીરને સ્વસ્થ રાખે છે, પણ ઈર્ષા હાડકાંના સડા સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 હ્રદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષ્યા હાડકાનો સડો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:30
14 Iomraidhean Croise  

તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.”


રીસ મૂર્ખની હત્યા કરે છે, અને ઈર્ષ્યા અબુધને હણી નાખે છે.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


હું તમારાં ફરમાનો સંપૂર્ણ દયથી પાળીશ; જેથી મારે શરમાવું ન પડે.


ચારિયશીલ પત્ની તેના પતિ માટે ગૌરવના મુગટ સમાન છે, પણ નિર્લજ્જ પત્ની તેનાં હાડકાંના સડા સમાન છે.


અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પણ દયની ગમગીનીથી મન ભાંગી પડે છે.


આનંદી સ્વભાવ એ ઉત્તમ ઔષધ છે, પણ ઘવાયેલું મન શરીરને સૂકવી નાખે છે.


એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે.


પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


“એ પૂર્વજોએ યોસેફની અદેખાઈ કરી, અને તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા.


તેઓ બધા પ્રકારના દુર્ગુણો એટલે અધર્મ, બૂરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષભાવથી ભરપૂર છે.


કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.


“આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો?


Lean sinn:

Sanasan


Sanasan