Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:3 - પવિત્ર બાઇબલ C.L.

3 મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મૂર્ખના મોઢામાં અભિમાનની સોટી છે; પણ જ્ઞાનીઓના હોઠ તેમનું રક્ષણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મૂર્ખના મુખમાં અભિમાનની સોટી છે, પણ જ્ઞાનીઓના હોઠ તેઓનું રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:3
21 Iomraidhean Croise  

જીભના શાપના વીંઝાતા કોરડાથી તે તને સલામત રાખશે, અને વિનાશ આવે ત્યારે પણ તું ડરીશ નહિ.


હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો.


નેક માણસો વિરુદ્ધ અહંકારથી, ઘૃણાથી અને ઉદ્ધતાઈપૂર્વક બોલનારા જૂઠા હોઠો મૂક બની જાઓ.


હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે.


દુષ્ટોની વાણી જીવલેણ ફાંદો છે, પણ સદાચારીની વાણી ઉગારનારી હોય છે.


સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.


ખેતી કરવા બળદો ન હોય ત્યાં કોઠારો ખાલી હોય છે, પણ મજબૂત બળદોના ઉપયોગથી મબલક પાક પાકે છે.


મૂર્ખની દલીલો સંઘર્ષ ઊભો કરે છે, અને તેનું મોં લપડાક માગે છે.


મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે.


ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે.


અન્યાયનાં બીજ વાવનાર ફસલમાં વિપત્તિ લણશે; અને તેણે આચરેલ અત્યાચાર તેના નાશનું નિમિત્ત બનશે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


બીજાં પ્રાણીઓ કરતાં તે જુદું જ હતું. તેના માથા પર દસ શિંગડાં હતાં. તેઓ મધ્યે એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. તેણે અગાઉનાં શિંગડાંમાંથી ત્રણ ઉખેડી નાખ્યાં. એને માનવીના જેવી આંખો હતી અને બડાઈ હાંકનાર મોં હતું. મારે એમને વિષે પણ જાણવું હતું.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


તમારી મોટી મોટી બડાશો હાંકવાનું બંધ કરો, તમારા ગર્વિષ્ઠ શબ્દો ઉચ્ચારશો નહિ, કારણ, પ્રભુ સર્વજ્ઞ છે, અને તે માણસોનાં બધાં કાર્યોનો ન્યાય કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan