Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ક્ષુધાતુર જનને ટાળવો એ પાપ છે, પણ ગરીબો પ્રત્યે ભલાઈ દર્શાવનાર આશિષ પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે; પણ ગરીબ પર દયા રાખનારને ધન્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પોતાના પડોશીને તુચ્છ ગણનાર પાપ કરે છે, પણ ગરીબ પર દયા કરનાર આશીર્વાદિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 બીજાને હલકા ગણનાર પાપમાં પડે છે, પણ ગરીબ પર દયા કરનાર સુખ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:21
28 Iomraidhean Croise  

એ ભલો માણસ અન્યને ઉછીનું આપવામાં ઉદાર હોય છે; તે પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે ચલાવે છે.


તે કંગાલોને ઉદારતાપૂર્વક દાન આપે છે; તેની ભલાઈ સદા ટકશે. તે શક્તિશાળી બનશે અને સન્માન પામશે.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


બીજાઓને ઉતારી પાડનાર અક્કલહીન છે, પણ સમજુ માણસ મૌન જાળવે છે.


ગરીબો પર જુલમ ગુજારનાર પોતાના સર્જનહારનું અપમાન કરે છે; પણ કંગાલો પ્રત્યે દયા દર્શાવનાર ઈશ્વરને સન્માન આપે છે.


ગરીબની મજાક કરનાર તેના સર્જનહારનો ઉપહાસ કરે છે, બીજાની આપત્તિની વેળાએ હસનારને ઈશ્વર જરૂર શિક્ષા કરશે.


ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે.


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


દુષ્ટનું મન સદા ભૂંડાઈનું ભૂખ્યું હોય છે; તેને તેના પાડોશી મિત્રો પ્રત્યે પણ દયા હોતી નથી.


પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.


ગરીબોને ઉદારતાથી આપનાર કદી અછતમાં આવી પડશે નહિ, પરંતુ ગરીબોને જોઈને દષ્ટિ ફેરવી લેનાર પર તો શાપ જ વરસશે.


જે બેફામ વ્યાજ અને નફો લઈને પોતાની મિલક્ત વધારે છે, તે ગરીબો પ્રત્યે હમદર્દી દાખવનાર માટે તે મિલક્ત છોડી જાય છે.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


પોતે જ ધાર્મિક છે એવી પાકી ખાતરી ધરાવનાર અને બીજાઓનો તિરસ્કાર કરનાર લોકોને ઉદ્દેશીને ઈસુએ આ ઉદાહરણ કહ્યું,


આ રીતે સખત ક્મ કરીને મેં બધી વાતે બતાવી આપ્યું છે કે, ‘દાન પામવા કરતાં આપવામાં વિશેષ ધન્યવાદ છે.” એ પ્રભુ ઈસુના પોતાના શબ્દો યાદ રાખીને આપણે નિર્બળોને સહાય કરવી જોઈએ.’


જો જો, સાવધ રહેજો કે, ઋણમુક્તિનું વર્ષ પાસે છે એમ વિચારીને તમારા મનમાં ઉછીનું નહિ આપવાનો અધમ વિચાર ન આવે; નહિ તો, તમારા ગરીબ ભાઇના સંબંધમાં તમારી દાનત બગડશે, અને તમે તેને કંઈ નહિ આપો. એથી તો તે પ્રભુની આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.


તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


Lean sinn:

Sanasan


Sanasan