Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ઝટ ક્રોધ કરનારા મૂર્ખાઈભર્યાં કાર્યો કરી બેસે છે, અને કપટીનો તિરસ્કાર થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેને જલદી ક્રોધ ચઢે છે, તે મૂર્ખાઈ કરશે; અને દુષ્ટ યોજના કરનાર ધિક્કાર પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જલદી ક્રોધ કરનાર મૂર્ખાઈ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:17
18 Iomraidhean Croise  

વળી, દમાસ્ક્સમાં આબાના અને ફાર્પાર નદીઓ ઇઝરાયલની નદી કરતાં સારી નથી? એમાં સ્નાન કરીનેય હું સાજો થઈ શક્યો હોત!”


મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું.


મૂર્ખ સહેજમાં ગુસ્સે થઈ જાય છે, પણ શાણો અપમાનને ગળી જાય છે.


સજ્જન પ્રભુની કૃપા મેળવે છે, પણ કપટીને ઈશ્વર દોષિત ઠરાવે છે.


જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.


અબુધો પોતાને મૂર્ખતાથી શણગારે છે, પણ ચતુરો પોતાના શિરને જ્ઞાનરૂપી મુગટથી સજાવે છે.


સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે.


ઉગ્ર સ્વભાવના લોકો ઝઘડા ઊભા કરે છે; પણ ધૈર્યવાન લોકો કજિયા શાંત પાડે છે.


ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.


ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે; પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે.


ક્રોધી સ્વભાવના માણસની મિત્રતા બાંધીશ નહિ, અને તામસી પ્રકૃતિના માણસનો સંગ કરીશ નહિ.


ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ઉગ્ર સ્વભાવનો માણસ ઘણા અપરાધ કરે છે.


કુટિલ યોજનાઓ ઘડનાર હૃદય, અધમતા આચરવા દોડી જતા પગ,


ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.


ધૂર્તની કાર્યપદ્ધતિય કુટિલ હોય છે. તે જૂઠથી ગરીબનો નાશ કરવા અને કંગાલોને તેમના યથાર્થ હક્કોથી વંચિત રાખવા પ્રપંચ કરે છે.


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan