Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 14:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અબુધ ગમે તે વાત સ્વીકારી લે છે, પણ ચતુર માણસ ચોક્સાઈપૂર્વક વર્તે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ભોળો માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ પોતાની વર્તણૂક બરાબર તપાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 14:15
16 Iomraidhean Croise  

દાવિદે તેને પૂછયું, “શાઉલ અને યોનાથાન માર્યા ગયા છે એની તને કેવી રીતે ખબર પડી?”


તેણે જવાબ આપ્યો, “ભલે, હું તારે માટે રાજાને વાત કરીશ.”


તેમણે ચાર વખત એ સંદેશો મોકલ્યો અને મેં પણ દરેક વખતે એનો એ જ જવાબ મોકલ્યો.


કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે.


જ્ઞાની માણસ સાવધાનીપૂર્વક ભૂંડાઈથી દૂર રહે છે, પણ મૂર્ખ લાપરવાહીથી ઉતાવળિયાં પગલાં ભરે છે.


જ્ઞાનીની વિદ્વતા તેને શાણપણથી વર્તવા શીખવે છે; પણ મૂર્ખની મૂર્ખાઈ તેને ભુલાવામાં નાખે છે.


દુર્જન ભૂંડા શબ્દો પ્રત્યે લક્ષ આપે છે, અને જૂઠો માણસ નિંદા કરનાર જીભ તરફ કાન માંડે છે.


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.


ચોક્સાઈપૂર્વકના આયોજનથી તારાં કાર્યો કર; એટલે, તને તારાં કાર્યોમાં સફળતા મળશે.


એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે.


ટાપુનો રાજ્યપાલ સર્જિયસ પોલસ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેનો તે મિત્ર હતો. રાજ્યપાલે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવડાવ્યા. કારણ, તે ઈશ્વરનો સંદેશ સાંભળવા માગતો હતો.


જેથી પોતાની ચાલાકીભરી કુયુક્તિઓથી બીજાઓને ભમાવનાર કપટી માણસોના શિક્ષણરૂપી મોજાંથી ઘસડાનાર અને પવનથી આમતેમ ડોલનાર બાળકો જેવા આપણે ન રહીએ.


માટે અબુધ ન રહો, પણ તમારે માટે પ્રભુની શી ઇચ્છા છે તે જાણી લો.


મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે.


Lean sinn:

Sanasan


Sanasan