Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ધનવાને પોતાનો જીવ બચાવવા ધન આપવું પડે છે, પણ ગરીબને કોઈ એવી ધમકી આપતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે; પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ધનવાન વ્યકિત પૈસા આપીને પોતાનો જીવ બચાવે છે, પણ નિર્ધન વ્યકિતને પોતાના જીવ માટે ધમકી સાંભળવી પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:8
15 Iomraidhean Croise  

નબૂખાદનેસ્સાર આખા યરુશાલેમમાંથી સર્વ રાજકુંવરો અને શૂરવીર લડવૈયા સહિત દસ હજાર બંદિવાનોને તથા બધા કારીગરો તથા લુહારોને લઈ ગયો; દેશના સાવ કંગાલ લોકોને જ તેણે પડતા મૂક્યા.


પણ તેણે દેશના સાવ કંગાલ લોકોને દ્રાક્ષવાડીઓ સાચવવા અને ખેતરમાં મજૂરી કરવા માટે ત્યાં રહેવા દીધા.


શેતાને પ્રભુને ઉત્તર આપ્યો: “‘ચામડી સાટે ચામડી’, પોતાનો જીવ બચાવવા માટે તો માણસ પોતાનું સર્વસ્વ આપી દે,


છતાં માલિકને પોતાનો જીવ બચાવવા દંડ ભરવા દેવામાં આવે તો તેણે નિયત દંડ પૂરેપૂરો ભરી આપવો.


કેટલાક શ્રીમંતાઈનો ડોળ કરે છે, પણ વાસ્તવમાં તેમની પાસે કશું હોતું નથી; કેટલાક ગરીબીનો દેખાવ કરે છે; પણ તેમની પાસે અઢળક સંપત્તિ હોય છે.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


જ્ઞાનીઓનો મુગટ તેમનું જ્ઞાન છે, પણ મૂર્ખોની કંઠમાળા તેમની મૂર્ખામી જ છે.


તે કોઈ વળતર કે કિંમત સ્વીકારશે નહિ, તારી ઘણી ભેટસોગાદો પણ તેનો ક્રોધ શમાવી શકશે નહિ.


માત્ર જેઓ ગરીબમાં ગરીબ હતા અને જેમની પાસે કંઈ મિલક્ત નહોતી તેમને તેણે યહૂદિયામાં રહેવા દીધા અને તેમને દ્રાક્ષવાડીઓ અને ખેતરો સાચવવાં આપ્યાં.


પરંતુ તે જૂથના દસ માણસો બચી ગયા. તેમણે ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખો! અમારી પાસે ખેતરમાં ઘઉં, જવ, ઓલિવતેલ અને મધનો વિપુલ જથ્થો સંતાડેલો છે.” તેથી તેણે તેમને જવા દીધા અને તેમના અન્ય સાથીઓની જેમ મારી નાખ્યા નહિ.


ત્યાં હું નમ્ર અને દીનજનોને રહેવા દઈશ અને તેઓ મદદ માટે મારા પર આધાર રાખશે.


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


જીવન ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન છે.


Lean sinn:

Sanasan


Sanasan