Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:5 - પવિત્ર બાઇબલ C.L.

5 નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 સદાચારી જૂઠને ધિક્કારે છે, પણ દુર્જન શરમ અને અપમાન લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:5
16 Iomraidhean Croise  

હું જૂઠનો તિરસ્કાર કરું છું અને તેનાથી કંટાળુ છું; પરંતુ તમારા નિયમ પર હું પ્રેમ રાખું છું.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


ભ્રષ્ટતા સાથે કલંક આવે છે, અને અપકીર્તિ સાથે અપમાન આવે છે.


જ્ઞાનીઓ ગૌરવી વારસો પામશે, પણ મૂર્ખજનો તો પોતાની અપકીર્તિમાં વૃદ્ધિ કરશે!


તમે મને છળકપટ અને જૂઠથી બચાવો; મને ન તો ગરીબી આપો કે ન તો અપાર સમૃદ્ધિ આપો, પણ મને મારો દૈનિક આહાર આપજો.


ગર્વિષ્ઠ આંખો, જૂઠું બોલનાર જીભ, નિર્દોષ જનોની હત્યા કરનાર હાથ,


પ્રેમ કરવાનો સમય અને દ્વેષ કરવાનો સમય, યુદ્ધનો સમય અને શાંતિનો સમય.


ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


મારો તિરસ્કાર કરનાર ત્રણ ઘેટાંપાળકોના સંબંધમાં મારી ધીરજ ખૂટી ગઈ, અને એક જ માસમાં હું તેમનાથી છૂટો થઈ ગયો.


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


તેણે તેને કહ્યું, “કદી વપરાયાં ન હોય એવા નવાં દોરડાથી તેઓ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”


Lean sinn:

Sanasan


Sanasan