Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આળસુ ઇચ્છે છે ઘણું, પણ પામતો કશું નથી; પણ ઉદ્યમી વ્યકિત પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:4
26 Iomraidhean Croise  

તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.”


તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ફળવંત રહેશે; તેઓ સદા રસસભર અને તાજા રહેશે.


આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે.


ઉદારતા દાખવનાર તેનો બદલો પામશે, “તું કોઈકને પાણી પીવડાવીશ તો કોઈક તને ય પાશે.”


પોતાની જમીન પર જરૂરી પરિશ્રમ કરનારને મબલક પાક મળે છે, પણ વ્યર્થ કલ્પનાઓમાં રાચનાર અણસમજુ છે.


ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે.


આળસુ શિકારી શિકાર પ્રાપ્ત કરતો નથી, પણ ઉદ્યમીને અઢળક ખજાનો મળે છે.


સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.


નેકજન જૂઠાણાને ધિક્કારે છે, પણ દુષ્ટની વાણી શરમજનક અને ઘૃણાસ્પદ હોય છે.


મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ.


આળસુની ક્ષુધા તેની હત્યા કરે છે; કારણ, તેના હાથ શ્રમ કરવાનો ઇનકાર કરે છે.


ખંતીલા માણસોની વિચારશીલ યોજનાઓ નફાકારક હોય છે, પણ ઉતાવળિયા માણસોને તંગી વેઠવી પડે છે.


એકવાર હું એક આળસુ મૂર્ખના ખેતર તથા દ્રાક્ષવાડી પાસેથી પસાર થતો હતો;


ત્યાં બધે કાંટાઝાંખરાં છવાઈ ગયાં હતાં; નકામા છોડ ઊગી નીકળ્યા હતા; અને પથ્થરની વાડ તૂટી પડી હતી.


“રસ્તા પર સિંહ છે! શેરીમાં સિંહ છે!” એવું કહીને આળસુ ઘર બહાર નીકળતો નથી;


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર.


મારા ઘરના પ્રવેશદ્વારે પ્રવેશ માટે પ્રતિદિન પ્રતીક્ષા કરનાર, અને મને યાનપૂર્વક સાંભળનાર સુખી થાય છે.


મેં મારાં વસ્ત્રો ઉતાર્યાં છે, તો ફરી શા માટે ધારણ કરું? મેં મારા પગ ધોયા છે, તો તેમને શા માટે મેલા કરું?


હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.


રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


અમારી એવી ઝંખના છે કે તમારી આશાની પરિપૂર્ણતા માટે તમે સૌ તે આશામાં અંત સુધી ખંત દાખવો.


તેમણે પાછા આવીને યહોશુઆને જણાવ્યું, “આય પર આક્રમણ કરવા બધા લોકોએ જવાની જરૂર નથી. માત્ર બે-ત્રણ હજાર પુરુષો જાય અને આયને જીતી લે. ત્યાં આખા સૈન્યને જવાની તકલીફ આપશો નહિ; ત્યાં ખાસ ઝાઝી વસતી નથી.”


Lean sinn:

Sanasan


Sanasan