Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સાવચેતીપૂર્વક બોલનાર પોતાનો જીવ બચાવે છે પણ બેફામપણે બોલનાર પોતાનું પતન નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે. પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:3
18 Iomraidhean Croise  

હે પ્રભુ, મારા મુખ પર ચોકી મૂકો, અને મારા હોઠના દ્વાર પર રખેવાળ મૂકો.


તો તમારી જીભને ભૂંડાઈથી સાચવો અને તમારા હોઠોને કપટી વાત બોલતાં અટકાવો.


મેં વિચાર્યું હું મારા માર્ગો વિષે સાવચેત રહીશ; જેથી હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી નજીક હોય ત્યારે હું મારા મુખ પર મૌનની લગામ રાખીશ.


જ્ઞાનીજનો તેમની વિદ્યાનું પ્રદર્શન કરતા નથી, પણ મૂર્ખના શબ્દો નાશ નોતરે છે.


બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.


શાણો માણસ આજ્ઞા માથે ચડાવે છે, પણ સામી દલીલો કરનાર મૂર્ખ પાયમાલ થશે.


દુષ્ટો પોતાનાં જૂઠાણાની જાળમાં સપડાય છે, પણ નેકજનો સંકટમાંથી માર્ગ શોધી કાઢે છે.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


મૂર્ખના અહંકારી શબ્દો તેને પીઠ પર સોટીના ફટકા ખવડાવે છે, પણ જ્ઞાનીના શબ્દો તેનું રક્ષણ કરે છે.


જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ!


મૂર્ખની વાણી જ તેના વિનાશનું કારણ બને છે, અને તે પોતાના જ શબ્દોની જાળમાં સપડાય છે.


ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ.


વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે.


શું કોઈ પોતાને ધાર્મિક માને છે? જો તે પોતાની જીભને કાબૂમાં રાખતો નથી તો તેનો ધર્મ નિરર્થક છે અને તે પોતાની જાતને છેતરે છે.


તેણે તેને કહ્યું, “કદી વપરાયાં ન હોય એવા નવાં દોરડાથી તેઓ મને બાંધે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”


છેવટે તેણે તેને સાચું રહસ્ય જણાવી દીધું. તેણે કહ્યું, “મારા માથાના વાળ ક્યારેય કાપવામાં આવ્યા નથી. મારા ગર્ભાધાનથી હું ઈશ્વરને નાઝીરી તરીકે સમર્પિત કરાયેલો છું. જો મારા વાળ કાપી નાખવામાં આવે તો મારું બળ ચાલ્યું જાય, અને હું સામાન્ય માણસ જેવો બની જઉં.”


Lean sinn:

Sanasan


Sanasan