Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:20 - પવિત્ર બાઇબલ C.L.

20 જ્ઞાનીઓનો સત્સંગ કરનાર જ્ઞાની બને છે, પણ મૂર્ખોની સોબત પાયમાલી નોતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પરંતુ જે મૂર્ખની સોબત કરે છે તેના બૂરા હાલ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:20
27 Iomraidhean Croise  

વળી, તેઓ સદોમમાં રહેતા અબ્રામના ભત્રીજા લોતને તેની સઘળી સંપત્તિ સહિત પકડીને લઈ ગયા.


તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી જાડી છે!’


પણ તેણે મોટી વયના માણસોની સલાહ અવગણી અને એને બદલેે, તેની સાથે મોટા થયેલા અને હવે તેના સલાહકાર તરીકે કામ કરતાં યુવાનોને પૂછયું,


તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેઓ બધાએ માની લીધું કે એ ઇઝરાયલનો રાજા છે, અને તેઓ સૌ તેમને ભીંસમાં લેવાને તેમના તરફ ત્રાટક્યા. પણ તેણે બૂમ પાડી.


એટલે આહાબે યહોશાફાટને પૂછયું, “રામોથ પર ચડાઈ કરવા તમે મારી સાથે આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “તમે જતા હોય તો હું તૈયાર છું, અને એ જ રીતે મારા સૈનિકો અને અશ્વદળ પણ તૈયાર છે.


પણ તેણે વડીલ સલાહકારોની સલાહ ગણકારી નહિ; એને બદલે, તેની સાથે ઉછરેલા અને હવે તેના સલાહકાર બનેલા જુવાનો પાસે તે ગયો.


હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.


આહાબના રાજકુટુંબને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, કારણ, તેના પિતાના મરણ બાદ આહાબ રાજાના કુટુંબના બીજા સભ્યો પણ તેના સલાહકારો હતા અને એને લીધે તેનું પતન થયું.


તમારા આદેશોનું પાલન કરનાર તમારા સર્વ ભક્તોનો હું સાથી છું.


સારી આકાંક્ષાની પરિપૂર્તિ આત્માને આનંદ પમાડે છે, પણ દુષ્ટતાનો ત્યાગ મૂર્ખોને કંટાળાજનક લાગે છે.


મૂર્ખનો સંગ તજી દે, કારણ, તેના મુખમાં વિદ્યાની વાતો હોતી નથી.


હિતકારક સુધારણા પ્રત્યે લક્ષ આપનાર ભરપૂર જીવન પામશે, અને તે જ્ઞાનીઓના સત્સંગમાં ભળી શકશે.


ક્રોધી સ્વભાવના માણસની મિત્રતા બાંધીશ નહિ, અને તામસી પ્રકૃતિના માણસનો સંગ કરીશ નહિ.


અન્યથા, તું તેનું અનુસરણ કરી લેશે, અને તારી જાતને જાળમાં ફસાવીશ.


તેના ઘરનો માર્ગ તો મૃત્યુલોક શેઓલનો માર્ગ છે, અને મૃત્યુલોકના ઓરડાઓમાં પહોંચાડે છે.


મૂરખોની સોબત તજો અને ભરપૂર જીવન જીવો અને સમજને માર્ગે ચાલો.”


પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.


તેઓ તેમનો સમય પ્રેષિતો પાસેથી શિક્ષણ મેળવવામાં, સંગતમાં ભાગ લેવામાં, પ્રભુભોજનમાં અને પ્રાર્થના કરવામાં ગાળતા.


આપણે એકબીજાની કાળજી રાખીએ, મદદ કરીએ અને પ્રેમ દર્શાવીએ તથા સારાં કાર્યો કરીએ.


પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે!


Lean sinn:

Sanasan


Sanasan