Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:2 - પવિત્ર બાઇબલ C.L.

2 યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ [વેઠશે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સજ્જન પોતાની વાણીનાં હિતકારી સુફળ ભોગવે છે, પરંતુ દગાબાજ કપટી તો હિંસાનો જ ભૂખ્યો હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:2
16 Iomraidhean Croise  

બીજાઓ પર જૂઠા આરોપ મૂકનારા સફળ ન થાઓ; હિંસક માણસો પર વિપત્તિ ત્રાટકીને તેમને નષ્ટ કરો.


પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


પરંતુ એવા માણસો તો જાણે પોતાનું જ લોહી વહેવડાવા છુપાઈ રહ્યા હોય છે, અને પોતાની જાતને જ હાનિ કરવા લપાઈ રહ્યા હોય છે.


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


નેકજનોની વાણી જીવનનું ઝરણું છે, પણ દુષ્ટોની વાણી હિંસાભરી હોય છે.


નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે.


માણસ યોગ્ય વાણીથી સારાં વાનાં પ્રાપ્ત કરે છે, અને તેના હાથની મહેનતના પ્રમાણમાં વેતન મેળવે છે.


માણસ પોતાની વાણી પ્રમાણે પેટ ભરશે, અને હોઠની ઊપજથી સંતોષ પ્રાપ્ત કરશે.


જીવન અને મૃત્યુ જીભ પર અવલંબે છે; જેવો જીભનો ઉપયોગ તેવાં તેનાં ફળ!


કારણ, દુષ્ટતા જ તેમનો આહાર છે, અને હિંસા તેમને માટે આસવ સમાન છે.


પણ તમે તો તેને બદલે ભૂંડાઈ વાવી છે અને ફસલમાં દુષ્ટતા પામ્યા છો. તમે તમારા જુઠાણાનું પરિણામ ભોગવ્યું છે. “તમે તમારા રથો પર અને સૈન્યબળ પર ભરોસો રાખ્યો છે.


તમે લબાનોનનાં જંગલો કાપી નાખ્યાં; હવે તમને કાપી નાખવામાં આવશે. તમે તેમાંનાં પ્રાણીઓ મારી નાખ્યાં, હવે પ્રાણીઓ તમને થથરાવશે. તમે ક્તલ ચલાવી છે અને દુનિયાના લોકો તથા તેમનાં શહેરો પર અત્યાચારો ગુજાર્યા છે તે માટે એમ બનશે.


તેઓ તમને લૂંટી લેશે. તમે ઘણી પ્રજાઓને લૂંટી છે, પણ તેઓમાંથી બચી ગયેલા લોકો હવે તમને લૂંટશે; કારણ, તમે તેમનામાં ખૂનામરકી ચલાવી છે અને દુનિયાના લોકો અને તેમનાં શહેરો પર જોરજુલમ ગુજાર્યા છે.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


Lean sinn:

Sanasan


Sanasan