Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થવાથી મન ઝૂરે છે, પણ ફળીભૂત થયેલી આશા જીવનના વૃક્ષ સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આકાંક્ષા પૂરી થવામાં વિલંબ થતાં હૈયુ ભારે થઇ જાય છે, ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:12
20 Iomraidhean Croise  

ઇઝરાયલે યોસેફને કહ્યું, “હવે મેં તને જીવતો જોયો છે, એટલે ભલે મારું મરણ થાય.”


તેથી તેમણે પૂછયું, “તું ઉદાસ કેમ છે? તું બીમાર નથી તો પછી શાને કારણે દુ:ખી છે?” એ સાંભળીને હું ચમકી ગયો.


હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ.


પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ.


મદદ માટેના પોકારો પાડી પાડીને હું થાકી ગયો છું. મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની પ્રતીક્ષા કરતાં કરતાં મારી આંખો ક્ષીણ બની છે.


નેક આચરણનું ફળ એ જીવનનું વૃક્ષ છે, પણ જ્ઞાની જિંદગીઓ ઉગારી લે છે.


ખોટી ઉતાવળથી મેળવેલું ધન ઝાઝું ટકતું નથી, પણ રફતે રફતે મહેનતથી રળેલું ધન વૃદ્ધિ પામે છે.


ચેતવણીની અવગણના કરનાર નાશ નોતરે છે, પણ આજ્ઞાપાલન કરનારને યોગ્ય બદલો મળે છે.


સારી આકાંક્ષાની પરિપૂર્તિ આત્માને આનંદ પમાડે છે, પણ દુષ્ટતાનો ત્યાગ મૂર્ખોને કંટાળાજનક લાગે છે.


જ્ઞાન તેને ગ્રહણ કરનાર માટે ‘જીવનના વૃક્ષ’ જેવું છે, અને તેને વળગી રહેનાર સલામત રહે છે.


હે યરુશાલેમની નવયૌવનાઓ, હું તમને શપથ સાથે કહું છું કે તમને મારો પ્રીતમ મળે તો તેને કહેજો કે હું પ્રેમપીડિત છું.


એ જ પ્રમાણે હમણાં તમે શોકમાં છો, પણ હું તમને ફરી દર્શન આપીશ, ત્યારે તમારાં હૃદયો આનંદથી ઊભરાશે. એ આનંદ તમારી પાસેથી કોઈ લઈ શકશે નહિ.


પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે; જે વિજય પ્રાપ્ત કરશે, તેને હું ઈશ્વરના પારાદૈસમાંના જીવનવૃક્ષનું ફળ ખાવા આપીશ.”


નદીની બન્‍ને બાજુએ જીવનવૃક્ષ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં અને પ્રત્યેક મહિને તે પોતાનાં ફળ આપતું હતું. તેનાં પાંદડા પ્રજાઓને સાજાપણું આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan