Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 13:10 - પવિત્ર બાઇબલ C.L.

10 અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્‍ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અભિમાનથી તો કેવળ ઝઘડો જ થાય છે; સલાહ માનવામાં ડહાપણ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 13:10
23 Iomraidhean Croise  

લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.


હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?”


ખોટી ઉતાવળથી મેળવેલું ધન ઝાઝું ટકતું નથી, પણ રફતે રફતે મહેનતથી રળેલું ધન વૃદ્ધિ પામે છે.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


ઝઘડાનો આરંભ બંધમાં પડેલી પ્રથમ તિરાડ જેવો છે; એ વધારે વિસ્તરે એ પહેલાં તેને પૂરી દો.


સલાહ માન, અને શિખામણ સ્વીકાર કર; એટલે છેવટે તું જ્ઞાની થઈશ.


સલાહ મેળવીને આયોજન કરવાથી સફળતા સાંપડે છે, અને ચતુરની સલાહ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી લડાઈમાં ઊતરવું.


ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


શિષ્યોમાં સૌથી મોટું કોણ ગણાય એ અંગે વાદવિવાદ થયો.


તે અભિમાનમાં ફુલાઈ ગયો છે અને કશું જાણતો નથી. તેનામાં માત્ર વાદવિવાદની અને શબ્દવાદની ખોટી ઇચ્છા છે. એનાથી તો અદેખાઈ, ઝઘડા, અપમાન અને કુશંકાઓ ઉત્પન્‍ન થાય છે.


તમારામાં લડાઈ અને ઝઘડા ક્યાંથી થાય છે? તે તો તમારાં શરીરોમાં સતત લડાઈ કરતી તમારી ભોગવિલાસની લાલસાઓથી આવે છે.


એ જોઈને સૌ બોલી ઊઠયા, “આપણે ક્યારેય આવું સાંભળ્યું નથી! ઇઝરાયલીઓ ઈજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી કદી આવ્યું બન્યું નથી! આનું કંઈક કરવું જોઈએ! પણ શું કરવું?”


Lean sinn:

Sanasan


Sanasan