Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:20 - પવિત્ર બાઇબલ C.L.

20 કાવતરાખોરોના મનમાં કપટ હોય છે, પણ શાંતિની હિમાયત કરનારાઓના મનમાં આનંદ હોય છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જેઓ ભૂંડી યોજના કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિના બોધકોને આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જેઓ ભૂંડી યોજનાઓ કરે છે તેમનાં મન કપટી છે; પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:20
16 Iomraidhean Croise  

આહાબના રાજકુટુંબને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, કારણ, તેના પિતાના મરણ બાદ આહાબ રાજાના કુટુંબના બીજા સભ્યો પણ તેના સલાહકારો હતા અને એને લીધે તેનું પતન થયું.


તમારાં ફરમાનોથી ભટકી જનારને તમે ધિક્કારો છો; કારણ, કપટી યોજનાઓથી તેઓ જૂઠને ઢાંકે છે.


દુષ્ટોના કિલ્લાઓ જમીનદોસ્ત થશે, પણ નેકજનોનાં મૂળ દઢ રહે છે.


સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે.


નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.


હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે.


ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય.


તે જ તેને બાંધશે અને રાજાને છાજતું માન તેને મળશે અને તે પોતાના લોકો ઉપર રાજ કરશે. તેના રાજ્યાસનની પડખે યજ્ઞકાર ઊભો રહેશે અને તેઓ બન્‍ને શાંતિ અને સહકારથી ક્મ કરશે.


માણસોમાં શાંતિ સ્થાપનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને પોતાના પુત્રો કહેશે.


તેઓ બધા પ્રકારના દુર્ગુણો એટલે અધર્મ, બૂરાઈ, લોભ, દુષ્ટતા, ઈર્ષા, હિંસા, ઝઘડા, કપટ અને દ્વેષભાવથી ભરપૂર છે.


બધાની સાથે શાંતિપૂર્વક રહેવાનો યત્ન કરો. વળી, પવિત્ર જીવન જીવવાનો યત્ન કરો.


Lean sinn:

Sanasan


Sanasan