Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:18 - પવિત્ર બાઇબલ C.L.

18 વગર વિચાર્યા બોલ તલવારના જેવા ઘા કરે છે, પણ જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અવિચારી વાણી તલવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 વગર વિચારવાળી વાણી તરવારની જેમ ઘા કરે છે પણ જ્ઞાની વ્યકિતના શબ્દો ઘા રૂઝાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:18
17 Iomraidhean Croise  

શા માટે તું હંમેશા ઈશ્વરના પ્રિયજનો વિરુદ્ધ દુષ્ટ યોજનાઓ રચે છે? તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે; તું હંમેશા છળકપટમાં રાચે છે.


હું તો શત્રુઓથી ઘેરાઈ ગયો છું; તેઓ તો ક્ષુધાતુર માનવભક્ષી સિંહો જેવા છે. તેમના દાંત ભાલા જેવા ભયાનક છે અને તેમની જીભ તીક્ષ્ણ તલવાર જેવી ક્તિલ છે.


હે ઈશ્વર, તમારી મહત્તા આકાશ કરતાં ઉન્‍નત મનાઓ, અને સમસ્ત સૃષ્ટિમાં તમારું ગૌરવ વ્યાપી રહો.


જુઓ તો ખરા કે તેઓ કેવું થૂંક ઉડાડે છે! તેમની વાણી તાતી તલવાર જેવી છે; છતાં તેઓ ધારે છે કે તેમનું બોલવું સાંભળનાર કોઈ નથી.


તેઓ પોતાની જીભોને તલવાર જેવી તીક્ષ્ણ બનાવે છે, તેઓ કટુ વાગ્બાણ તાકે છે.


સાચી સાક્ષી આપનાર ન્યાયનું કામ સરળ બનાવે છે, પણ જૂઠી સાક્ષી આપનાર પોતાનું કપટ પ્રગટ કરે છે.


દુષ્ટ સંદેશક કટોકટી પેદા કરે છે, પણ વિશ્વાસપાત્ર રાજદૂત શાંતિ સ્થાપે છે.


મૃદુવાણી ઉચ્ચારનાર જીભ જીવનદાયક વૃક્ષ સમાન છે; પણ કડવા શબ્દો મન ભાંગી. નાખે છે.


જ્ઞાનીઓની વાણી દ્વારા વિદ્યાનો ફેલાવો થાય છે, પણ મૂર્ખાઓના મનમાંથી અજ્ઞાન પ્રગટે છે.


માયાળુ શબ્દો મધની જેમ, સ્વાદમાં મીઠા અને શરીરને આરોગ્યપ્રદ હોય છે.


મિત્રો વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર ફરસી, તલવાર કે તીક્ષ્ણ તીર જેવો ક્તિલ છે.


એ શબ્દો તેમના સમજનારને માટે જીવનદાયક છે. અને તેના આખા શરીર માટે આરોગ્યદાયક છે.


લોકોમાંથી જેઓ જ્ઞાની હશે તે બીજાઓને શીખવશે; છતાં તેમનામાંના કેટલાક યુદ્ધમાં માર્યા જશે, તો કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવશે અને બાકીનાને લૂંટી લઈ કેદી બનાવવામાં આવશે.


તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.


નદીની બન્‍ને બાજુએ જીવનવૃક્ષ હતું. તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં અને પ્રત્યેક મહિને તે પોતાનાં ફળ આપતું હતું. તેનાં પાંદડા પ્રજાઓને સાજાપણું આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan