Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 12:14 - પવિત્ર બાઇબલ C.L.

14 માણસ યોગ્ય વાણીથી સારાં વાનાં પ્રાપ્ત કરે છે, અને તેના હાથની મહેનતના પ્રમાણમાં વેતન મેળવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માણસ પોતાના મુખના શબ્દોથી સંતોષ પામશે. અને માણસના હાથોના કામનું ફળ તેને પાછું આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે અને તેને તેના કામનો બદલો પાછો મળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 માણસ પોતે બોલેલા શબ્દોને કારણે સારાપણાથી ભરાઇ જાય છે, તેને તેના કામનો બદલો મળે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 12:14
19 Iomraidhean Croise  

બલ્કે, ઈશ્વર તો માણસનાં કામ પ્રમાણે તેને ફળ આપે છે, અને તેનાં આચરણ પ્રમાણે તેને બદલો આપે છે.


જાણે કે ભવ્ય ભોજનથી મારો પ્રાણ તૃપ્ત થયો હોય તેમ આનંદભર્યા હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ ગાશે.


તેથી તમારા આચરણનું પૂરું ફળ તમને મળશે. અને તમારે જ તમારાં અપકૃત્યોના ભોગ બનવું પડશે.


યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે.


કુટિલ જનને તેનાં દુરાચરણનાં ફળ ભોગવવાં પડશે, પણ સદાચારીને તેનાં સત્કર્મોનું ફળ મળશે.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


કંગાલોને ઉદારતાથી આપવું તે ઈશ્વરને ઉછીનું આપવા સમાન છે; પ્રભુ એ ઋણ પૂરેપૂરું પાછું ચૂકવી આપશે.


જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


તારાં કાર્યોને લીધે હું તને સજા કરીશ. હું તારી મહેલમહેલાતોને આગ લગાડીશ અને તેની આસપાસનું બધું જ સળગી જશે. હું પ્રભુ આ બોલું છું.”


પણ તમને તે લોકોના જેવી જ સજા થશે. હું તમને સજા કરીશ અને તમારે તમારી દુષ્ટતાની કિંમત ચૂકવવી પડશે.


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


ઇજિપ્તના સર્વ દ્રવ્યભંડારો કરતાં તેણે ખ્રિસ્તને માટે નિંદા સહન કરવાનું ઉત્તમ ગણ્યું. કારણ, તેની દૃષ્ટિ ભાવિ પ્રતિફળ પર મંડાયેલી હતી.


જો દૂતોએ આપેલો સંદેશો સત્ય પુરવાર થયો અને જેમણે તે માન્યો નહીં અથવા તેનું પાલન કર્યું નહીં તેમને ઘટિત શિક્ષા કરવામાં આવી,


Lean sinn:

Sanasan


Sanasan