Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:9 - પવિત્ર બાઇબલ C.L.

9 નાસ્તિકની વાતોથી બીજાનો વિનાશ થાય છે, પણ નેકજનની વિદ્યા તેને બચાવી લે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પોતાના પડોશીઓનો નાશ કરે છે, પરંતુ ન્યાયી તેના ડહાપણ વડે બીજાઓને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દુષ્ટ માણસ પોતાની વાણીથી પડોશીઓનો નાશ નોતરે છે. પરંતુ ન્યાયી તેના જ્ઞાનવડે બીજાઓને ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:9
26 Iomraidhean Croise  

તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


લોકો અધર્મીઓને તેમના પર રાજ કરતા રોકી શક્તા નથી; તેઓ તેમને ફાંદામાં ફસાવનારાથી બચાવી શક્તા નથી.


ઈશ્વરને વીસરી જનારના એવા જ હાલ થાય છે, અને ઈશ્વર વિરોધીઓની આશા નષ્ટ થાય છે.


જો કોઈ શત્રુએ મારી નિંદા કરી હોત, તો હું તે સહન કરી શક્ત. જો કોઈ પ્રતિસ્પર્ધીએ મારી વિરુદ્ધ લડાઈ કરી હોત તો હું તેનાથી સંતાઈ શક્ત.


નેકી પ્રામાણિકજનને ઉગારે છે, પણ કપટી પોતાના લોભમાં ફસાઈ જાય છે.


સદાચારી સંકટમાંથી ઉગરી જાય છે, પણ દુષ્ટ એ સંકટમાં સપડાય છે.


ઘાતકી માણસ પોતાના મિત્રોને છેતરીને તેમને વિનાશને પંથે દોરી જાય છે.


જુઠ્ઠા સંદેશવાહકોથી સાવધ રહો. બહારથી તો તેઓ ઘેટા જેવો દેખાવ કરીને આવે છે, પણ અંદરથી તેઓ ફાડી ખાનાર વરૂના જેવા હોય છે.


“અતિ ઘૃણાસ્પદ વિનાશકને (વાચકે તેનો અર્થ સમજી લેવો) તેને માટે ઘટારત નથી એ સ્થાનમાં ઊભેલો જુઓ, ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેમણે ડુંગરોમાં નાસી જવું.


એવો સમય આવશે કે જ્યારે તમારી પોતાની જ સંગતના માણસો કેટલાક વિશ્વાસીઓને પોતાની પાછળ દોરી જવા જુઠ્ઠું બોલશે.


તમે સત્ય જાણતા નથી માટે હું તમને લખું છું એવું નથી. એથી ઊલટું, તમે સત્ય જાણો છો માટે લખું છું. અને તમને એ ખબર છે કે સત્યમાંથી જૂઠ નીકળી શકે જ નહિ.


પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.


Lean sinn:

Sanasan


Sanasan