Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:5 - પવિત્ર બાઇબલ C.L.

5 નેકી સદાચારીનું જીવન સરળ બનાવે છે, પણ દુષ્ટ પોતાની દુષ્ટતાથી જ પાયમાલ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પ્રામાણિક માણસની નેકી તેનો માર્ગ સ્થિર કરે છે, પણ દુષ્ટ માણસ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પ્રામાણિક માણસની નીતિમત્તા તેનો માર્ગ સાફ કરે છે, પણ ખરાબ વ્યકિતની દુષ્ટતા જ તેને પાયમાલ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:5
19 Iomraidhean Croise  

અહિથોફેલે જોયું કે તેની સલાહ માનવામાં આવી નથી એટલે તેણે ગધેડા ઉપર જીન બાંધ્યું અને તેના પર સવાર થઈને પોતાના શહેરમાં જતો રહ્યો. પોતાના ઘરની વ્યવસ્થા કરીને તેણે પોતે ફાંસી ખાધી. તેને તેના કુટુંબની કબરમાં દફનાવવામાં આવ્યો.


તેનાં ધમધમતાં પગલાં ધીમાં પડી જશે, તે પોતાની જ કુયુક્તિઓમાં ફસાઈ જશે.


પરંતુ એવા માણસો તો જાણે પોતાનું જ લોહી વહેવડાવા છુપાઈ રહ્યા હોય છે, અને પોતાની જાતને જ હાનિ કરવા લપાઈ રહ્યા હોય છે.


સજજનો પ્રામાણિક્તાથી દોરવાય છે, પણ દગાબાજો પોતાના કૂડકપટથી નાશ પામશે.


દુષ્ટ આચરણથી માણસ સ્થિર થશે નહિ, પણ નેકજનોનાં મૂળ ઉખેડી શકાશે નહિ,


નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


આળસુનો માર્ગ કાંટાંથી ભરપૂર હોય છે, પણ સદાચારીઓનો માર્ગ સરળ હોય છે.


દુષ્ટો હિંમતવાન હોવાનો દેખાવ કરે છે, પણ સદાચારી વિચારપૂર્વક વર્તે છે.


સાચે માર્ગે ચાલનાર ઉદ્ધાર પ્રાપ્ત કરશે, પણ અવળે માર્ગે ચાલનારનું પતન થશે.


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


દુષ્ટની દુષ્ટતા તેને પોતાને માટે જ ફાંદારૂપ છે. તે પોતાની જ પાપી જાળમાં સપડાઈ જાય છે.


હે પ્રભુ, તમે સદાચારીઓનો માર્ગ સીધો કરો છો અને તેમનો ચાલવાનો રસ્તો સપાટ કરો છો.


ઇઝરાયલના લોકોનું ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. ઇઝરાયલ અને એફ્રાઈમનાં પાપ તેમને ઠોકર ખવડાવે છે અને પછાડે છે, અને યહૂદિયાના લોકો પણ તેમની સાથે પડે છે.


પછી ઇઝરાયલીઓ પાછા વળીને ધસ્યા, અને બિન્યામીનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો; કારણ તેઓ સમજી ગયા કે હવે તેમનું આવી બન્યું છે!


Lean sinn:

Sanasan


Sanasan