Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:4 - પવિત્ર બાઇબલ C.L.

4 કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી, પણ નેકી મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યારે દેવ કોપાયમાન થાય ત્યારે સંપત્તિ કામ નહિ આવે, પણ પ્રામાણિકતા વ્યકિતને મોતથી ઉગારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:4
15 Iomraidhean Croise  

પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે.


તેના ઘરની સંપત્તિ તણાઈ જશે, ઈશ્વરના કોપને દિવસે એ ઘસડાઈ જશે.


ભ્રષ્ટાચારથી ભેગા કરેલા ધનથી ભલું થતું નથી, પણ નેકી મૃત્યુના મુખમાંથી ઉગારી શકે છે.


નેકીના માર્ગમાં જીવન છે; એ માર્ગે ચાલવામાં મરણ નથી.


કારણ, ઈર્ષાથી કોઇપણ પતિને ઝનૂન ચઢે છે, અને તેની વેરવૃત્તિમાં દયાને કોઈ સ્થાન નથી.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”


એક માણસના પાપના પરિણામે મરણે રાજ કર્યું; પણ ઈસુ ખ્રિસ્તના કાર્યનું પરિણામ વિશેષ છે. જે કોઈ ઈશ્વરની ભરપૂર કૃપા તથા દોષમુક્તિની અમૂલ્ય ભેટ સ્વીકારે છે, તે ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનમાં રાજ કરશે.


શારીરિક ક્સરત થોડી જ ઉપયોગી છે, પણ આત્મિક ક્સરત સર્વ પ્રકારે ઉપયોગી છે. કારણ, તેમાં વર્તમાન તેમ જ આવનાર જીવનનું વચન સમાયેલું છે.


Lean sinn:

Sanasan


Sanasan