Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:23 - પવિત્ર બાઇબલ C.L.

23 નેકજનોની આકાંક્ષાઓની પરિપૂર્તિ કલ્યાણકારી હોય છે, પણ દુષ્ટો તો કોપની જ આશા રાખી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 નેક માણસની ઇચ્છા સારી જ હોય છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ કોપરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ભલા માણસોની ઇચ્છાઓ સારી વસ્તુઓમાં પરિણમે છે, પરંતુ દુષ્ટોની ઇચ્છાઓ ફકત ગુસ્સામાંજ વિરમે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:23
16 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો.


હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો.


તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું!


પ્રભુ પાસે મેં માત્ર એક વરદાન માગ્યા કર્યું છે, અને હું તેની જ ઝંખના રાખું છું; એટલે કે, પ્રભુનું ઘર મારું જીવનભરનું નિવાસ્થાન થાય; જેથી હું પ્રભુના સૌંદર્યનું અવલોકન કરું, અને તેમના મંદિરમાં તેમનું ધ્યાન ધરું!


પ્રભુમાં મગ્ન રહે; અને તે તારા દયની આકાંક્ષાઓ પૂરી પાડશે.


નેકજનોની આકાંક્ષાઓ આનંદમાં પરિણમે છે, પણ દુષ્ટોની આશાઓ નિષ્ફળ જાય છે.


કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે.


દુષ્ટની આકાંક્ષાઓ તેના મૃત્યુ સાથે જ લોપ થાય છે, અને તેણે પોતાના ધન પર બાંધેલો મદાર વ્યર્થ નીવડે છે.


નેકજનોના ઇરાદાઓ નેક હોય છે, પણ દુષ્ટોની સલાહ કુટિલ હોય છે.


યોગ્ય વાણીથી માણસ સારાં વાનાં પ્રાપ્ત કરે છે, પણ કપટી લોકો હિંસાખોરીના ભૂખ્યા હોય છે.


રાત્રે હું મારા પૂરા દયથી તમારી ઝંખના કરું છું અને મારો અંતરાત્મા તમારી આતુરતાથી ઉત્કંઠા રાખે છે. પૃથ્વી અને તેના લોકો વિષેના તમારા ન્યાયચુકાદાઓ પરથી સાચું શું છે તે તેઓ શીખશે.


હે પ્રભુ, મેં તમને તેમના પર આપત્તિ મોકલવા આગ્રહ સેવ્યો નથી અથવા તેમને માટે સંકટનો સમય આવે તેવું ઇચ્છયું નથી. મારા મુખના શબ્દો તમે જાણો છો; તે તમારી સમક્ષ ખુલ્લા છે.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા ધરાવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને તૃપ્તિ પમાડશે.


એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ.


Lean sinn:

Sanasan


Sanasan