Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રભુ કુટિલ મનવાળાને ધિક્કારે છે, પણ તે સદાચારીથી પ્રસન્‍ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વિપરીત અંતઃકરણવાળા માણસોથી યહોવાહ કંટાળે છે, પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેમને આનંદરૂપ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 યહોવા માટે કપટી લોકો ઘૃણાસ્પદ છે; પણ જેઓ નીતિમત્તાથી જીવે છે તેઓ તેને આનંદરુપ છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:20
20 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્‍ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે.


વિકૃત મન હું મારાથી દૂર રાખીશ; હું દુષ્ટો સાથે સંબંધ રાખીશ નહિ.


કેમ કે પ્રભુ ન્યાયી છે અને તે સદ્વર્તન ચાહે છે; અને સજ્જ્નો તેમના મુખનાં દર્શન કરશે.


પ્રભુના નિયમ અનુસાર વર્તી નિષ્કલંક જીવન જીવનારાઓને ધન્ય છે.


સાચે જ નેકજનો તમારા નામનો આભાર માનશે, અને સરળ જનો તમારી સંમુખ વસશે.”


પણ તમે તો અંત:કરણની સચ્ચાઈ ચાહો છો; તેથી મારા દયને તમારું જ્ઞાન શીખવો.


ખાતરી રાખજો કે દુષ્ટોને શિક્ષા થશે જ, પણ નેકજનો ઉગારી લેવાશે.


પ્રભુ જૂઠું બોલનારને ધિક્કારે છે, પણ તે સત્યભાષકોથી પ્રસન્‍ન થાય છે.


નેકી નિર્દોષ માણસોનું રક્ષણ કરે છે, પણ દુષ્ટતા પાપીઓનો નાશ કરે છે.


મૂર્ખ પાપથી પાછા ફરવાની વાતને મજાકમાં ઉડાવે છે, પણ સજ્જનો પાપ માટે ઈશ્વરની ક્ષમા ચાહે છે.


પ્રભુ દુષ્ટ ઇરાદા ધિક્કારે છે, પણ તે નિખાલસ શબ્દો ચાહે છે.


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


સદાચારીનો ધોરીમાર્ગ ભૂંડાઈથી દૂર રહીને જાય છે; પોતાનાં પગલાં સંભાળનાર પોતાના જ જીવનની રક્ષા કરે છે.


દુષ્ટો હિંમતવાન હોવાનો દેખાવ કરે છે, પણ સદાચારી વિચારપૂર્વક વર્તે છે.


કારણ, ભ્રષ્ટતા આચરનારને પ્રભુ ધિક્કારે છે, પરંતુ સજજનોને તે વિશ્વાસપાત્ર ગણે છે.


તેમનાં વિકૃત મનમાં હંમેશા કુટિલ યોજનાઓ ઘડાતી હોય છે, અને તેઓ સર્વ સ્થળે ફાટફૂટ પડાવવા મથે છે.


ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું.


ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે.


Lean sinn:

Sanasan


Sanasan