Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:19 - પવિત્ર બાઇબલ C.L.

19 નેક આચરણ કરવાને કટિબદ્ધ થનાર ભરપૂર જીવન સંપાદન કરશે, પણ ભૂંડાઈની પાછળ પડનાર મૃત્યુને શરણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે] ; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જે માણસ નેકીમાં સુદ્રઢ છે તે જીવન સંપાદન કરે છે, પણ બૂરાઈ શોધનાર પોતાનું જ મોત લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જે નીતિમત્તાને “હા” પાડે છે તે જીવશે; પણ જે ખરાબ વસ્તુઓનો પીછો કરે છે તે પોતાનું જ મોત આમંત્રે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:19
18 Iomraidhean Croise  

અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.”


રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું;


નેકજનની કમાણી જીવવા માટે હોય છે, પણ દુષ્ટની કમાણી મૃત્યુ છે.


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


નેકીના માર્ગમાં જીવન છે; એ માર્ગે ચાલવામાં મરણ નથી.


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર જીવનદાયક છે, તે રાખનાર સંતોષમાં રહેશે, અને તેના પર આપત્તિ આવી પડશે નહિ.


સમજના માર્ગેથી ભટકી જનાર માણસ મૃતાત્માઓની સંગતમાં આવી પડશે.


નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે.


પણ મારાથી વંચિત રહેનાર પોતાની જાતનું જ નુક્સાન વહોરી લે છે, અને મને ધિક્કારનાર મોત પસંદ કરે છે.”


તેમની બીક રાખનાર અને સુકૃત્ય કરનાર તેમને સ્વીકાર્ય છે, પછી ભલેને તે કોઈપણ જાતિનો કેમ ન હોય!


કારણ, પાપ એના વેતન તરીકે મરણ આપે છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે.


તમે જીવતા રહો અને તમારા ઈશ્વર પ્રભુ તમને જે દેશ આપે છે તેનો પૂરેપૂરો કબજો લો તે માટે અદલ ન્યાયને અનુસરો.


ત્યાર પછી આ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે અને પાપ પુખ્ત થઈને મરણ નિપજાવે છે.


ઈશ્વરનાં સંતાનો અને શેતાનનાં સંતાનો વચ્ચે આ તફાવત છે: જે કોઈ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તતો નથી અથવા પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનું સંતાન નથી.


બાળકો, કોઈ તમને છેતરી જાય નહિ! જેમ ખ્રિસ્ત ન્યાયી છે તેમ ઈશ્વરના ધોરણ પ્રમાણે વર્તનાર વ્યક્તિ પણ ન્યાયી છે.


Lean sinn:

Sanasan


Sanasan