Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 11:13 - પવિત્ર બાઇબલ C.L.

13 કૂથલીખોર ખાનગી વાતો જાહેર કરે છે, પણ વિશ્વાસપાત્ર જન રહસ્ય સાચવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ચાડી કરનાર માણસ છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યક્તિ એ વાતને ગુપ્ત રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 કૂથલી ખોર વ્યકિત છૂપી વાત બહાર પાડી દે છે, પણ વિશ્વાસુ વ્યકિત રહસ્ય સાચવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 11:13
14 Iomraidhean Croise  

બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.


બીજાઓને ઉતારી પાડનાર અક્કલહીન છે, પણ સમજુ માણસ મૌન જાળવે છે.


શાણો માણસ પોતાના જ્ઞાનને ઢાંકે છે, પણ મૂર્ખ પોતાના અજ્ઞાનનો ઢંઢેરો પીટાવે છે.


વિશ્વાસુ સાક્ષી અસત્ય બોલશે નહિ; પણ જુઠ્ઠા સાક્ષીના મુખમાંથી જૂઠાણું વહે છે.


શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.


ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ.


જો કોઈ વ્યક્તિ સાથે તારે મતભેદ હોય તો પરસ્પર મંત્રણાથી તેનો ઉકેલ લાવ અને એકમેકની ખાનગી વાતો પ્રગટ ન કર;


હકીક્તમાં પછી કેટલાક અધિકારીઓએ યર્મિયા પાસે આવીને તેની પૂછપરછ કરી. પણ યર્મિયાએ રાજાએ સૂચના આપ્યા પ્રમાણે જ તેમને ઉત્તર આપ્યો. ત્યારે તેમને શાંતિ થઈ; આમ એ વાત ગુપ્ત રહી.


કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.


વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.


પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.”


પણ જો તું અમારી આ વાત કોઈને પણ કહે તો તેં અમને ખવડાવેલા સમથી અમે મુક્ત ગણાઈશું.”


Lean sinn:

Sanasan


Sanasan