Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:7 - પવિત્ર બાઇબલ C.L.

7 નેકજનોનું સ્મરણ આશીર્વાદિત હોય છે, પણ દુષ્ટોના નામનું નિકંદન થઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 સદાચારીનું સ્મરણ આશીર્વાદ છે. પરંતુ દુરાચારીનું નામ તો સડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:7
20 Iomraidhean Croise  

પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.


મારે પોતાને લીધે અને મારા સેવક દાવિદને મેં આપેલા વચનને લીધે હું આ શહેરનો બચાવ કરીશ.”


ઇઝરાયલી લોકો માટે, ઈશ્વર માટે અને પ્રભુના મંદિર માટે તેણે બજાવેલી સેવાની કદર કરીને તેમણે તેને દાવિદ નગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરમાં દફનાવ્યો.


હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો.


દુનિયામાંથી તેની યાદગીરી નષ્ટ થઈ છે, અને શેરીમાં તેનું નામનિશાન રહ્યું નથી.


દુષ્ટને તેની જનેતા પણ ભૂલી જાય છે; કીડા તેને કોતરી ખાય છે, કોઈ તેને યાદ કરતું નથી અને સડેલા વૃક્ષની જેમ તે નાશ પામે છે.


તે તેમની વિરુદ્ધ તાળી લેશે, અને પોતાના સ્થાનેથી તેમની સામે સુસવાટા મારે છે.


તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ.


તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ.


સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે.


પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે.


પ્રભુ નેકીવાનોની અરજ સાંભળે છે, અને તેમનાં સર્વ સંકટોમાંથી તેમને ઉગારે છે.


મારા શત્રુઓ મારે વિષે ઈર્ષાભરી વાતો કરે છે: “તે ક્યારે મરે કે તેનું નામનિશાન ભૂંસાઈ જાય?”


અપાર ધન કરતાં સુકીર્તિ, અને સોનાચાંદી કરતાં સદ્ભાવના વધુ ઇચ્છવાજોગ છે.


મેં દુષ્ટોને કબરોમાં દટાતા જોયા છે, પરંતુ જ્યાં એ દુષ્ટોએ દુષ્ટતા આચરી હતી તે શહેરમાં જ કબરસ્તાનમાંથી પાછા ફરેલા લોકો તેમની પ્રશંસા કરતા હોય છે. આ પણ મિથ્યા છે.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “હું બેબિલોન પર હુમલો કરીશ અને તેને ખંડિયેર બનાવીશ. હું કશું બાકી રાખીશ નહિ. તેમનાં સંતાનો કે વંશજોમાંથી કોઈ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


હે પ્રભુ, તમે ઇઝરાયલની આશા છો. તમારો ત્યાગ કરનારા સર્વ લજ્જિત થશે. તમારાથી દૂર જનારા અધોલોકમાં નોંધાઈ જશે; કારણ, એ લોકોએ જીવનઝરણા સમાન પ્રભુનો ત્યાગ કર્યો છે.


હું તમને સાચે જ કહું છું: આખી દુનિયામાં જ્યાં જ્યાં શુભસંદેશનો પ્રચાર કરાશે, ત્યાં ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે તેની યાદગીરી માટે કહેવામાં આવશે.”


કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને સંભારી છે!


Lean sinn:

Sanasan


Sanasan