Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:4 - પવિત્ર બાઇબલ C.L.

4 આળસુ હાથ ગરીબી નોતરે છે, પણ ઉદ્યમી હાથ આબાદી લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આળસુ હાથ ગરીબી લાવે છે. પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:4
19 Iomraidhean Croise  

તે જ દિવસે ઇસ્હાકના નોકરોએ આવીને પોતે ખોદેલા કૂવા સંબંધી તેને વાત કરીને કહ્યું, “અમને પાણી મળ્યું છે.”


લણણી વખતે અનાજનો સંગ્રહ કરનાર પુત્ર દૂરંદેશી ગણાય છે; પણ કાપણીની મોસમમાં સૂઈ રહેનાર પુત્ર કલંક લગાડે છે.


કેટલાક છૂટે હાથે વેરે તોય ધનવાન બને છે. જ્યારે કેટલાક કરક્સર કર્યા કરે તો ય વધુ ગરીબ બની જાય છે.


ખંતથી પરિશ્રમ કરનાર બઢતી પ્રાપ્ત કરે છે, પણ આળસુએ તો વેઠ જ કરવાની હોય છે.


આળસુ શિકારી શિકાર પ્રાપ્ત કરતો નથી, પણ ઉદ્યમીને અઢળક ખજાનો મળે છે.


આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


પોતાનાં કાર્ય કરવામાં આળસ રાખનાર, વિનાશકના સગાભાઈ જેવો છે.


આળસુ પર છત તૂટી પડે છે, અને એદીને ભૂખમરો વેઠવો પડે છે.


આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ તેને મુખ સુધી લાવવાની ઇચ્છા થતી નથી.


નિદ્રાપ્રેમી બનીશ નહિ, નહિ તો તું તારો વારસો ગુમાવીશ; પણ આંખ ઉઘાડી રાખીશ તો તને પૂરતો આહાર મળશે.


મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ.


ખંતીલા માણસોની વિચારશીલ યોજનાઓ નફાકારક હોય છે, પણ ઉતાવળિયા માણસોને તંગી વેઠવી પડે છે.


આળસને કારણે છાપરું નમી પડે છે અને હાથની સુસ્તીને કારણે ઘર ચૂએ છે.


નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.”


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


Lean sinn:

Sanasan


Sanasan