Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નીતિવચનો 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ નેકજનને ભૂખે મરવા દેશે નહિ; પણ તે દુષ્ટોની લાલસા ધૂળમાં મેળવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સદાચારીના આત્માને યહોવા ભૂખે મરવા દેશે નહિ; પણ દુષ્ટની ઇચ્છાને તે નિષ્ફળ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા સદાચારી માણસને ભૂખ્યો રાખતા નથી, પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નકારે છે.

Faic an caibideil Dèan lethbhreac




નીતિવચનો 10:3
23 Iomraidhean Croise  

તેનો મૃતદેહ રઝળશે અને ગીધડાંનો આહાર બનશે; તે જાણે છે કે મૃત્યુનો દિવસ નક્કી છે.


તેના ઘરની સંપત્તિ તણાઈ જશે, ઈશ્વરના કોપને દિવસે એ ઘસડાઈ જશે.


દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે.


પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો!


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


ઈશ્વર તેમને કમોતથી ઉગારે છે અને તેમને દુકાળમાં પણ જીવતા રાખે છે.


કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહિ; દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે.


એક વેળા હું યુવાન હતો, અને હવે વૃદ્ધ થયો છું; પરંતુ પ્રભુએ કોઈ નેકીવાનનો ત્યાગ કર્યો હોય કે તેનાં બાળકો ભીખ માંગતા હોય તેવું મેં જોયું નથી.


પ્રભુ પર ભરોસો રાખ, અને ભલું કર; વચનના પ્રદેશમાં વાસ કર અને તેની વિપુલતા ભોગવ.


નેકજન પોતાની ક્ષુધા સંતોષવા પૂરતું જ આરોગે છે, પણ દુષ્ટોનું પેટ ભરાતું જ નથી.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


લોભી માણસ ઝઘડા ઊભા કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખનાર સમૃદ્ધ થશે.


નિયમશાસ્ત્રના પાલન પ્રત્યે બેદરકારી દાખવનારની પ્રાર્થના પણ ઘૃણાસ્પદ બની જાય છે.


એવો માણસ જ્યાં અખૂટ ખોરાક પાણીનો જથ્થો સંઘરેલો હોય તેવા પર્વતની ટોચે આવેલા કિલ્લાની સલામતી પામશે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


તેથી પ્રથમ ઈશ્વરના રાજની શોધ કરો એટલે ઈશ્વર તમને એ બધી વસ્તુઓ પૂરી પાડશે.


Lean sinn:

Sanasan


Sanasan